Reliance Jio તેના ગ્રાહકોને સસ્તા પ્લાન અને જબરદસ્ત પ્લાન ઓફર કરતી રહે છે. ત્યારે હાલમાં જ કંપનીએ તેના 2 સસ્તા પ્લાન બંધ કરી દીધા છે. ચાલો જાણીએ.
જિયોના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
કંપનીએ તેના રિચાર્જ પ્લાન્સમાં મોટો બદલાવ કર્યો
કંપનીએ તેના 2 સસ્તા પ્લાન બંધ કરી દીધા
જિયોએ તેના રિચાર્જ પ્લાનમાં મોટો બદલાવ કર્યો છે. કંપનીએ તેના 2 સસ્તા પ્લાન બંધ કરી દીધા છે. જિયોના આ રિચાર્જ પ્લાનની કિંમત 39 રૂપિયા અને 69 રૂપિયા છે. આ બંને રિચાર્જ પ્લાન જિયો ફોનના છે. આ બંને પ્લાન હવે જિયોની વેબસાઈટ પર દેખાતા નથી. આ પહેલાં જિયો ફોનના ઘણાં રિચાર્જ પ્લાન પર કંપની બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર આપી રહી હતી, જેને હવે બંધ કરી દેવાઈ છે.
જિયોના 39 રૂપિયાના પ્લાનમાં હતા આ ફાયદા
જિયો ફોનનો સૌથી સસ્તો પ્લાન 39 રૂપિયાનો જ હતો. તેમા યુઝર્સને 14 દિવસની વેલિડિટી મળતી હતી. સાથે જ દૈનિક 100MB ડેટા મળતો હતો. કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળતી હતી. આ પ્લાનમાં કુલ 1.4 ડેટા મળી રહ્યો હતો. આ સિવાય પ્લાનમાં Jio Apps (JioTV, JioCinema, JioNews, JioSecurity, JioCloud)નું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળતું હતું.
જિયોના 69 રૂપિયાના પ્લાનમાં હતા આ ફાયદા
જિયોની વેબસાઇટ પર 69 રૂપિયાનો પ્લાન દેખાઇ રહ્યો નથી. આ જિયો ફોન પ્લાનમાં પણ 14 દિવસની જ વેલિડિટી મળતી હતી. દૈનિક 0.5 જીબી ડેટા અને કોઇપણ નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા મળતી હતી. એટલે પ્લાનમાં 7 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો. આ સિવાય પ્લાનમાં Jio Appsનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળતું હતું.
હવે 75 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે
બંને પ્લાન બંધ થતાં હવે યુઝરને 75 રૂપિયાનો પ્લાન લેવો પડશે. તેમાં 28 દિવસની વેલિડિટી મળશે. રોજ 100MB ડેટા અને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા રહેશે. ઉપરાંત Jio Appsનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. સુવિધાઓ 39 રૂપિયા પ્લાનની જેમ છે, ફક્ત પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.