રિલાયન્સ જિયો ટૂંક જ સમયમાં પોતાના નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે જઇ રહ્યુ છે. જિયો પ્બલિક WiFi સર્વિસ શરૂ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર Jio મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તેલંગણા અને કેરળ જેવા જુદા જુદા રાજ્યમાં પોતાની વોઈસ ઓવર WiFi સર્વિસનું પરિક્ષણ કરી રહી છે. આ રિપોર્ટમાં iPhoneનો સ્ક્રીન શોટ આપવામા આવ્યો છે. જે iPhone રિલાયન્સ Jioનું પબ્લિક વાઈફાઈ ક્નેક્ટેડ છે. રિલાયન્સ Jio તરફથી આ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જોકે કંપનીએ પોતાના આ પ્રોજેક્ટ વિશે કોઇ સ્પષ્ટતા નથી કરી.
VoWiFiની મદદથી યૂઝર્સ નેટવર્ક પર આધાર રાખ્યા વગર વોઇસ કોલ કરી શકશે. તાજેતરના સમયમાં WhatsApp જેવી એપ્લિકેશનની મદદથી કામ થઇ રહ્યુ છે. જોકે આ સર્વિ્સ લોન્ચ થયા બાદ યૂઝર્સને ડાયલર એપ્લિકેશન જ આ વિકલ્પ જોવા મળશે. આ સર્વિસના પ્રાથમિક તબક્કામાં રિલાયન્સ Jioની આ સર્વિસ VoWiFi સર્વિસ માત્ર Jio to Jio કોલ સુધી મર્યાદિત રહેશે. ત્યાર બાદ બીજા ઓપરેટર માટે પણ લૉન્ચ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આગામી જૂલાઇ મહિનામાં કંપની આ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતાઓ છે.
આ સેવાની મદદથી યૂઝર્સ પબ્લિક WiFi નેટવર્કનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ કોલ કરી શકશે. આ સેવા ગ્રામ્ય વિસ્તારોમાં થતી કોલડ્રોપની સમસ્યાઓથી મુક્તિ અપાવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશના અધિકારીએ કહ્યુ કે Jioની સર્વિસનું સિક્યુરિટી ટેસ્ટિંગ પૂર્ણ થઇ ગયુ છે. જોકે આ સર્વિસ સત્તાવાર રીતે ક્યારથી શરૂ થશે તેની કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર રિલાયન્સની આ સર્વિસ પ્રાથમિક તબક્કામાં ફ્રીમાં મળે એવી સંભાવના છે. જ્યારે Jio શરૂ થયુ ત્યારે પણ તમામ યૂઝર્સને કાર્ડ તથા ઇન્ટરનેટ ફ્રીમાં આપવામાં આવ્યા હતા જે પછી તેણે પોતાના પ્રીપેડ માટેના પ્લાન લોન્ચ કર્યા હતા. જોકે મુદ્દાએ પણ ચર્ચામાં છે આ સુવિધા કોઈ સ્માર્ટફોન પર નહીં પણ આવનારા Jioના ફોન પર મળશે. જોકે આ સાથે જ Jio બ્રોડબેન્ડ GigaFiberનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. જે માર્ચ 2019 સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.