બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance jio company offer 168 GB data, unlimited calling with these plan
Noor
Last Updated: 10:01 AM, 8 July 2021
ADVERTISEMENT
ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહી છે. નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પાસે પણ જોરદાર પ્લાન્સ છે. આ સિવાય જિયો એવા પ્લાન છે જેમાં ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયો પાસે 597 અને 599 રૂપિયાના બે પ્લાન છે. આ બંનેની વચ્ચે છે આમ તો બે રૂપિયાનું અંતર છે પણ સુવિધાઓની વાત કરી તો બંનેમાં ઘણું અંતર છે. ચાલો જાણીએ. તમે માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને ડબલ ડેટા મેળવી શકો છો.
જિયોનો 597 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
રિલાયન્સ જિયોના 597 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેઈલી લિમિટ વિના આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75GB ડેટા પણ વાપરી શકો છો. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જિયોનો 599 રૂપિયાવાળો પ્લાન
આવી જ રીતે જિયો કંપનીએ 599 રૂપિયાનો એક પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં પણ 2 GB ડેટા દરરોજ મળે છે. તેમાં ગ્રાહકોને 168 GB હાઇસ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તેની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ મળે છે. સાથે દરરોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સ સબ્સક્રિપ્શન પણ આ પેકના ગ્રાહકોને મળે છે. જિયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.
બંનેમાંથી કયો પ્લાન બેસ્ટ છે
જિયોના 597 રૂપિયાના પ્લાનની તુલનામાં 599 રૂપિયાના પ્લાનમાં માત્ર બે રૂપિયા વધુ ખર્ચ કરવાથી ડબલ ડેટા મળે છે. 597 રૂપિયાના પ્લાનમાં ટોટલ 75GB ડેટા મળે છે. જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 168GB ડેટા મળે છે, જે ડબલથી પણ વધુ છે. જોકે, 597 રૂપિયાના પ્લાનની તુલનામાં 599ના પ્લાનમાં 6 દિવસની વેલિડિટી ઓછી મળે છે. 597 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.