રિલાયન્સ જિયો તેના સાધારણ પ્રીપેડ ગ્રાહકોની સાથે જિયો ફોનના ગ્રાહકોનું પણ ખાસ ધ્યાન રાખે છે. જિયોએ જિયો ફોનના યુઝર્સ માટે પણ અલગ અલગ કિંમતના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ.
જિયોના ગ્રાહકો માટે જોરદાર છે આ પ્લાન
જિયો ફોનના ગ્રાહકોને રોજ મળે છે ડેટા અને કોલિંગનો લાભ
આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે
જિયોના આ પ્લાન જિયો ફોન માટે જ છે. તેમાં લિમિટની સાથે ડેટા આપવામાં આવે છે. જે યુઝર્સને થોડાં ડેટાની જરૂર હોય છે. જેમના માટે કંપની જિયો ફોન ડેટા એડ ઓન પ્લાનની સુવિધા આપે છે. જેથી આજે અમે તમને જિયો ફોન માટે સૌથી સસ્તા ડેટા પ્લાન વિશે જણાવી રહ્યાં છે.
22 રૂપિયાનો પ્લાન
જિયો ફોન ડેટા પ્લાન લગભગ 1 મહિનો ચાલે છે. 22 રૂપિયાના આ પ્લાનમાં કંપની કુલ 2 જીબી ડેટા આપી રહી છે. આમાં કોલિંગ અને એસએમએસની સુવિધા મળતી નથી. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ કંપનીનો સૌથી સસ્તો જિયો ફોન ડેટા વાઉચર પ્લાન છે.
52 રૂપિયાનો પ્લાન
22 રૂપિયાવાળા વાઉચરની જેમ જે 52 રૂપિયાના આ પ્લાનમાં કંપની કુલ 6 જીબી ડેટા આપી રહી છે. આમાં કોલિંગ અને એસએમએસની સુવિધા મળતી નથી. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો સિક્યોરિટીની સાથે જિયો એપનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
72 રૂપિયાનો પ્લાન
આ જિયોનો ત્રીજો સૌથી સસ્તો જિયો ફોન ડેટા પ્લાન છે. 72 રૂપિયાના આ પ્લાનમાં કંપની રોજ 0.5 GB ડેટા આપી રહી છે. એટલે કે કુલ 14 જીબી ડેટા મળે છે. આમાં કોલિંગ અને એસએમએસની સુવિધા મળતી નથી. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
102 રૂપિયાનો પ્લાન
તમે આ પ્લાનમાં પણ રિચાર્જ કરાવી શકો છો. આ પણ સસ્તો પ્લાન છે. 102 રૂપિયાના આ પ્લાનમાં કંપની રોજ 1 જીબી ડેટા આપી રહી છે. આમાં કોલિંગ અને એસએમએસની સુવિધા મળતી નથી. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો સિક્યોરિટીની સાથે જિયો એપનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.