બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Jio, એરટેલ અને VIને પડ્યો મોટો ફટકો, પરંતુ BSNL ફાયદામાં, એવું શું થયું કે એકસાથે અનેક કસ્ટમર્સ ઘટી ગયા
Last Updated: 02:43 PM, 22 November 2024
લોકસભા ચૂંટણી પછી જૂન 2024ના છેલ્લા અઠવાડિયામાં દેશની ત્રણેય ટેલિકોમ કંપનીઓનો મોબાઈલ ટેરિફ વધારવાનો નિર્ણય હવે તેમના પર જ ભારે પડવા લાગ્યો છે. મોંઘા ટેરિફને કારણે સતત ત્રીજા મહિને આ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આનાથી સૌથી મોટો ફટકો મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને પડ્યો છે. ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર TRAI અનુસાર, રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2024માં 7.9 મિલિયન અથવા 79 લાખ ગ્રાહકો ગુમાવી દીધા છે.
ADVERTISEMENT
જિયોના સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ભારે ઘટાડો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ સપ્ટેમ્બર 2024 માટે દેશમાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ડેટા જારી કર્યો છે. આ ડેટા અનુસાર, રિલાયન્સ જિયોના મોબાઈલ કસ્ટમર્સની સંખ્યામાં સપ્ટેમ્બર મહિનામાં 7.9 મિલિયન એટલે કે 79 લાખનો ઘટાડો થાયો છે. ઓગસ્ટ મહિનામાં રિલાયન્સ જિયોના કસ્ટમર્સની સંખ્યા 47.17 કરોડ હતી, જે સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 46.37 કરોડ રહી ગઈ છે.
ADVERTISEMENT
વોડાફોન આઇડિયા - ભારતી એરટેલને પણ લાગ્યો ઝટકો
ત્રીજી સૌથી મોટી મોબાઈલ કંપની વોડાફોન આઇડિયા ગ્રાહકો ગુમાવવાના મામલે બીજા સ્થાને છે. કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 15 લાખનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં વોડાફોન આઇડિયાના કુલ 21.40 કરોડ ગ્રાહકો હતા, જે સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 21.24 કરોડ રહી ગયા છે. ભારતી એરટેલના મોબાઈલ ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે અને કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 1.4 મિલિયનનો ઘટાડો આવ્યો છે અને હવે 38.34 કરોડ થઈ ગઈ છે.
BSNL ને ફાયદો
જો કે, ત્રણેય ખાનગી ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો ગુમાવ્યા છે, જયારે સરકારી ટેલિકોમ કંપની BSNLના ગ્રાહકોની સંખ્યામાં સપ્ટેમ્બર મહિનામાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં BSNLના વાયરલેસ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 8.49 લાખનો વધારો થયો છે અને તે સપ્ટેમ્બરમાં 9.18 કરોડ પર પહોંચી ગયા છે.
આ પણ વાંચો: રેલવેના મુસાફરો માટે ખુશખબર, ટ્રેનોમાં જોડાશે 1000 વધારાના કોચ, સરકારનો મેગા પ્લાન તૈયાર
ટેરિફ વધારવાના ગેરફાયદા
ત્રણેય ખાનગી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયાએ 27 અને 28 જૂન 2024ના રોજ મોબાઇલ ટેરિફમાં 10 થી 21 ટકાના વધારાની જાહેરાત કરી હતી, જે જુલાઈ 2024ના પ્રથમ સપ્તાહથી અમલમાં આવી હતી. હવે આ નિર્ણય આ કંપનીઓને ભારે પડી રહ્યો છે જ્યારે BSNL, જેણે ટેરિફમાં વધારો નથી કર્યો, તેના ગ્રાહકોની સંખ્યામાં સતત ત્રણ મહિનાથી વધારો જોવા મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.