બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / reliance jio become indias third largest company after vista equity deal of 11367 crore

સફળતા / ફક્ત 15 દિવસમાં આટલા રૂપિયાની ડીલ કરીને JIO બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની

Bhushita

Last Updated: 02:33 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટ કેપના આઘારે જોઈએ તો શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં હવે ફક્ત 2 કંપનીઓ JIOથી આગળ છે. તેમાં એક જિયોની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. આ સિવાય દેશની સૌથી મોટી આઈટી કંપની TCS છે.

  • JIO બની દેશની સૌથી મોટી ત્રીજી કંપની
  • JIOએ 15 દિવસમાં કરી 3 મોટી ડીલ
  • ડીલમાં JIOએ કર્યુ કુલ 60596 કરોડ રૂપિયાનું રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ JIO ફોર્મને માટે છેલ્લા 15 દિવસમાં 3 મોટી ડીલ કરી છે. આ ડીલ અનુસાર કુલ 60596 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ મોટા ઈન્વેસ્ટમેન્ટથી રિલાયન્સ જિઓની માર્કેટ વેલ્યૂ વધીને 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રીતે જોઈએ તો બજારમાં લિસ્ટેડ કંપનીઓમાં હવે ફક્ત 2 કંપનીઓ જિઓથી આગળ છે. તેમાં એક જિઓની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી છે. આ સિવાય દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસ પણ છે. 


રિલાયન્સ જિઓને મે 2016માં લોન્ચ કરવામાં આવી હતી. 4 વર્ષથી પણ ઓછા સમયમાં કંપનીને મોટું નામ કમાયું. જિઓની પાસે હાલમાં લગભગ 38 કરોડ ગ્રાહક છે. આ કારણે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. 


માર્કેટ કેપના આધારે દેશની ટોપ 10 કંપનીઓ

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
  • ટીસીએસ
  • રિલાયન્સ જિઓ
  • એચડીએફસી બેંક
  • એચયૂએલ
  • એચડીએફસી લિમિ.
  • એરટેલ
  • ઈન્ફોસિસ
  • કોટક મહિન્દ્રા
  • આઈસીઆઈસીઆઈ બેંક
  • આઈટીસી


ઉલ્લેખનીય છે કે વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિઓમાં 11367 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કર્યું છે. આ કંપનીએ રિલાયન્સ જિઓમાં 2.32 ટકાનો હિસ્સો ખરીદ્યો છે. વિસ્ટા ઈક્વીટી પાર્ટનર્સે આર જિઓમાં રોકાણના આધારે ટેક્નોલોજીકલ પાર્ટનર છે. આ રોકાણ FB ડીલના 12.5 ટકા પ્રીમિયમ પર કરવામાં આવ્યું છે. એટલે કે આ સોદો FB ડીલના ભાવથી 12.5 ટકા મોંઘો છે. ઉલ્લેખનીય છે કે વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ યૂએસનું રોકાણ ફંડ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Deal Relience Vista Equity jio કંપની જિઓ ડીલ ફેસબુક બિઝનેસ ન્યૂઝ રિલાયન્સ Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ