ભારતમાં ઘણી બધી પોર્ન વેબસાઇટમને બંધ કરી દેવામાં આવી છે. જે ટેલિકોમ સેક્ટર સર્વિસ પ્રોવાઇડરે એને બંન કરી છે એમાં જિયોનું નામ સામે આવી રહ્યું છે.
વાસ્તવામં Reddit પર કેટલાક જિયો યૂઝર્સે દાવો કરતાં કહ્યું છે કે જિયોના નેટવર્ક પર પોર્ન વેબસાઇટનું એક્સેસ નથી. જો કે જિયો તરફથી એની પર કંઇ પણ કહેવામાં આવ્યું નથી.
રિપોર્ટનું માનીએ તો અન્ય ટેલિકોમ કંપનીઓ પણ પોર્ન સાઇટ્સ બંધ કરી શકે છે. કારણ કે ઉત્તરાખંડ હાઇકોર્ટના એક આદેશ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને એ આદેશ આપ્યો છે કે એ પોર્નોગ્રાફી કન્ટેટ વાળા 827 વેબસાઇટને બ્લોક કરી દે.
જણાવીએ કે ઉત્તરાખંડ હાઇકોર્ટ 28 સપ્ટેમ્બરે આદેશ આપતા કહ્યું છે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પોર્ન વેબસાઇટને બેન કરી દે નહીં તો એમના લાયસન્સ રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ DOTએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપતાં કહ્યું કે આ સાઇટ્સને બંધ કરી દેવામાં આવે. DOTએ ખાસ કરીને 800 થી વધારે પોર્ન વેબસાઇટ્સના નામનું લિસ્ટ જારી કર્યું છે જેને બંધ કરવાની છે.
નોંધનીય છે કે મુકેશ અંબાણી 4G નેટવર્કરની ધૂમ મચાવ્યા બાદ હવે 5G લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એની એક ઝલક ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં જિયોએ દેખાડી.