reliance jio and qualcomm begin 5g trials achieve over 1 gbps speed during the trial
મોટા સમાચાર /
ભારતમા 5G લોન્ચ થવાને લઇને આવ્યા મોટા સમાચાર, ઇન્ટરનેટના ચાહકો થઇ જશે ખુશ
Team VTV02:03 PM, 21 Oct 20
| Updated: 02:17 PM, 21 Oct 20
રિલાયન્સ જિયોને વધુ એક સફળતા મળી છે. રિલાયન્સે અમેરિકન ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની(Qualcomm)ની સાથે મળીને ભારતમાં 5G નેટવર્કનું ભારતમાં સફળતા પૂર્વકનું ટેસ્ટિંગ કર્યુ છે. બન્ને કંપનીઓએ 20 ઓક્ટોબરે અમેરિકાના સૈન ડિયાગોમાં થયેલા વર્ચૂઅલ ઈવેન્ટમાં આ અંગે જાહેરાત કરી છે.
ભારતમાં જલ્દી ગ્રાહકોને 5G નેટવર્કની સુવિધા મળવાની છે
આ દેશોમાં 5G ગ્રાહકોને 1GBPS ઈન્ટરનેટની સ્પીડની સુવિધા મળી રહી
ઉલ્લેખનીય છે કે ભારતમાં જલ્દી ગ્રાહકોને 5G નેટવર્કની સુવિધા મળવાની છે. મની કન્ટ્રોલના સમાચાર મુજબ જિયો અને ક્વાલકૉમએ જાહેરાત કરી છે કે તેમને 5GNR સોલ્યુશન્સ અને ક્વાલકોમ 5G RAN પ્લેટફોર્મ પર 1 GBPSથી વધારે સ્પીડ મેળવી લીધી છે. અત્યારે અમરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિઝરલેન્ડ અને જર્મની જેવા દેશોમાં 5G ગ્રાહકોને 1GBPS ઈન્ટરનેટની સ્પીડની સુવિધા મળી રહી છે.
રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મૈથ્યૂ ઓમાન ક્વાલકોમ ઈવેન્ટમાં કહ્યું કે ક્વાલકોમ અને રિલાયન્સ સબ્સિડિયરી કંપની રેડિસિસની સાથે મળીને અમે 5G ટેક્નીક પર કામ કરી રહ્યા છીએ. જેથી ભારતમાં તેને જલ્દી લોન્ચ કરી શકાય. આવનારા દિવસોમાં ભારતના યુઝર્સ 1GBPSસુધીની સ્પીડની મજા લઈ શકશે.
ક્વાલકોમ ટેક્નોલોજીસ દુનિયાની અગ્રણી વાયરલેસ ટેક્નોલોજી ઈનોવેટર છે. જે અત્યારે રિલાયન્સ જિયો સાથે મળીને 5G ટેક્નીક પર કામ કરી રહી છે. આ વર્ષે જુલાઈમાં ક્વાલકોમ વેન્ચરની ઈન્વેસ્ટમેન્ટ યુનિટ ક્વાલકોમ ઈંકે જિયો પ્લેટફોર્મમાં 730 કરોડનું રોકાણ કરી 0.15 ટકાની ભાગીદારી લીધી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ક્વાલકોમની સાથે મળીને જિયો 5G વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મદદ કરશે.