બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો 84 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે મળશે આ ફાયદા
Last Updated: 11:44 PM, 9 January 2025
દેશની પહેલા નંબરની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફરી એક વાર પોતાના ગ્રાહકોને મોજ કરાવી દીધી છે. જિયો પાસે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગ્રાહક છે. જુલાઇમાં પ્રાઇસ હાઇક બાદ લખો યુઝરે જિયોનો સાથ છોડી દીધો હતો. પરંતુ હવે ફરી એક વાર જિયો એવા ઓફર લઈને આવ્યું છે કે જેને 49 કરોડ યુઝર્સને ખુશ કરી દીધા છે. જિયોએ ગ્રાહકોને લાંબી વેલીડીટીની ગિફ્ટ આપી દીધી છે.
ADVERTISEMENT
Jio ના 84 દિવસ વાળ પ્લાન્સની મચાવી છે ધૂમ
ADVERTISEMENT
જિયોની લિસ્ટમાં આમ તો ઘણા પ્લાન્સ છે જેમાં તમે શૉર્ટટર્મથી લઈને લોંગ ટર્મ વાળા પ્લાન્સ મળી જશે. જિયોએ પોતાનો પોર્ટફોલિયો 84 દિવસની વેલિડિટી વાળા, ઘણા પ્લાન્સ એડ કરી દીધા છે. છેલ્લા અમુક સમયમાં 84 દિવસ વેલીડીટીવાળા પ્લાન્સ ખૂબ ફેમસ થયા છે. jio માં 84 દિવસ વાળા પ્લાન્સમાં પણ તમને OTT સબસ્ક્રિપ્શન, ફ્રી કોલિંગ, ડેટા બેનિફિટ્સ જેવા ઘણા શાનદાર ઓફર મળે છે. તો ચાલો jioના 84 દિવસ વેલીડીટી વાળ પ્લાન્સ વિશે જાણીએ.
Jio આ પ્લાન્સ મચાવી રહ્યા છે તહલકો
Jioનો 1799 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે દરેક નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોઇન્ગ ઓફર મળે છે. પ્લાનમાં યુઝરને ડેલી 3GB ડેટા મળે છે. આ પ્લાન તે યુઝર્સ માટે પરફેક્ટ છે જેમને ડેટા વધારે મળે છે. જિયો પોતાના યૂઝર્સને આ પ્લાનમાં નેટફલિક્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.
Jioનો 1199 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં પણ ડેલી 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં તમને જિયો સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
Jioનો 1299 રૂપિયા વાળો પ્લાન: જિયોનો આ ટ્રુ 5G પ્લાન ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી આપે છે. આમાં દરેક નેટવર્ક માટે ફ્રી કોલિંગ સાથે પર ડે 2GB હાઇ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં નેટફ્લિક્સનું પણ ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
Jioનો 1049 રૂપિયાવાળો પ્લાન: આ પ્લાનમાં પણ 84 દિવસોની લાંબી વેલીડીટી મળે છે. રિચાર્જ પેકમાં પણ ફ્રી કોલિંગ સાથે જ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાન OTT લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. આમાં સોની લિવ, ઝી5, જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
Jioનો 1029 રૂપિયાવાળો પ્લાન: આ પ્લાનમાં પણ 84 દિવસોની લાંબી વેલીડીટી મળે છે. રિચાર્જ પેકમાં પણ ફ્રી કોલિંગ સાથે જ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં ગ્રાહકોને એમેઝોન પ્રાઇમ લાઇટનું સબસ્ક્રિપ્શન પણ 84 દિવસ માટે મળે છે.
Jioનો 1028 રૂપિયાવાળો પ્લાન: આ પ્લાનમાં પણ 84 દિવસોની લાંબી વેલીડીટી મળે છે. રિચાર્જ પેકમાં પણ ફ્રી કોલિંગ સાથે જ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. પ્લાનમાં યુઝરને કંપની 50 રૂપિયાનું કેશબેક ઓફર પણ મળે છે. આની સાથે જ આ રિચાર્જમાં સ્વીગી વન લાઇટનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
Jioનો 949 રૂપિયાનો પ્લાન: રિલાયન્સ જિયો ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી આપે છે. અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે આ પ્લાનમાં 2GB સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળે છે. ડેલી ડેટા લિમિટ પૂરી થયા બાદ 64 kbpsની સ્પીડથી ઈન્ટરનેટ યુઝ કરી શક્ષકો. જિયો આ 949 પ્લાનમાં 3 મહિના માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું પણ સબસ્ક્રિપ્શન મળે છે.
Jioનો 859 રૂપિયાનો પ્લાન: જિયોની યાદીમાં 859 રૂપિયાનો સસ્તો પ્લાન પણ ઉપલબ્ધ છે. આમાં, ગ્રાહકોને 84 દિવસની માન્યતા સાથે બધા નેટવર્ક પર મફત કોલિંગની ઓફર કરવામાં આવે છે. આમાં, વપરાશકર્તાઓને દરરોજ 2GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળે છે. આમાં, કંપની Jio Cinema, Jio TV અને Jio Cloud નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.
Jioનો 889 રૂપિયાનો પ્લાન: જિયોના આ પ્લાનમાં પણ ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાન સાથે, કંપની Jiosaavn Pro નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહી છે. અન્ય યોજનાઓની જેમ, આ પણ બધા નેટવર્ક માટે મફત કોલિંગ સેવા પ્રદાન કરે છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. આમાં પણ તમને Jio સિનેમાની મફત ઍક્સેસ મળે છે.
વધુ વાંચો: મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો! જો ભૂલ કરી તો હેક થઈ જશે તમારો સ્માર્ટફોન
Jioનો 799 રૂપિયાનો પ્લાન: જો તમે ઘણા પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે Jioનો 799 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ Jioનો ટ્રેન્ડિંગ પ્લાન છે. આમાં, 84 દિવસ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવે છે. કંપની આ પ્લાનમાં તેના ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT