બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / reliance jio 444 vs 447 prepaid plan with 2 months validity which is better

ઓફર / જિયોના ગ્રાહકો માટે જબરદસ્ત ઓફર, માત્ર 3 રૂપિયા આપીને મેળવો એકસ્ટ્રા વેલિડિટી, ડેટા સહિત ધાંસૂ સુવિધાઓ

Noor

Last Updated: 09:33 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ દેશમાં વધી રહેલાં કોરોના સંક્રમણને જોતા ગ્રાહકોને ઘણાં સસ્તા પ્લાન ઓફર કરે છે. સાથે જ જિયો નવા નવા પ્લાન લોન્ચ કરે છે. ચાલો જાણીએ એકદમ સસ્તા પ્લાન વિશે.

  • રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને જોરદાર પ્લાન્સ ઓફર કરે છે
  • જિયો ઓછાં રિચાર્જવાળા પ્લાનમાં ફ્રી કોલિંગ જેવી સુવિધાઓ પણ આપે છે
  • જિયોના યુઝર્સ માટે બેસ્ટ છે 447 રૂપિયાનો પ્લાન

કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. કોરોના કાળમાં મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે. ત્યારે કંપનીએ પણ હાલમાં જ 5 પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન કોઈ જ ડેટા લિમિટ વિના આવે છે. તેમાંથી એક પ્લાન છે 447 રૂપિયાનો અને બીજો છે 444 રૂપિયાનો પ્લાન. ચાલો જાણીએ કયો પ્લાન બેસ્ટ છે. 

444 રૂપિયાનો પ્લાન

Jioના 444 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યુઝર્સને રોજ 2 GB ડેટા મળશે. આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 112 જીબી ડેટા મળી રહે છે. સાથે જ ડેઈલી ડેટા ખતમ થયા બાદ ગ્રાહકોને 64Kbps સ્પીડથી ઈન્ટરનેટ વાપરી શકે છે. આ ઉપરાંત જિયોથી જિયો કોલિંગ ફ્રી છે અને આઈયૂસી ચાર્જ દૂર થયા બાદ અન્ય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળશે. આ સિવાય ગ્રાહકને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud એપ્સનું સબ્સ્ક્રિપશન પણ ફ્રી મળે છે. 

447 રૂપિયાનો પ્લાન

Jioના 447 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત કુલ 50 GB ડેટા મળશે. આ ડેટા કોઈ ડેઈલી લિમિટ વિના મળશે. આ પ્લાન 60દિવસની વેલિડિટી સાથે આવે છે. આ ઉપરાંત જિયોથી જિયો કોલિંગ ફ્રી છે અને આઈયૂસી ચાર્જ દૂર થયા બાદ અન્ય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળશે. આ સિવાય ગ્રાહકને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud એપ્સનું સબ્સ્ક્રિપશન પણ ફ્રી મળે છે. 

3 રૂપિયા આપીને 4 દિવસની વધારાની વેલિડિટી

આમ તો બંને પ્લાન લગભગ સમાન કિંમત અને વેલિડિટીના છે. જોકે, 444 રૂપિયાની તુલનામાં 447 રૂપિયાના પ્લાનમાં, તમને 3 રૂપિયા વધારાની ચૂકવણી પર 4 દિવસની વધારાની વેલિડિટી મળે છે. ભલે 447 રૂપિયાના પ્લાનમાં અડધો ડેટા મળે છે, પરંતુ તમે તેને તમારી જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરી શકશો. જો તમે ઇચ્છો તો એક દિવસમાં અથવા કેટલાક દિવસોમાં ઓછો અને કેટલાક દિવસોમાં વધુ ડેટા વાપરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Prepaid plan Reliance Jio better Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ