બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:33 PM, 19 January 2025
સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 6 કંપનીઓને ગયા અઠવાડિયે જંગી નુકસાન સહન કરવું પડ્યું હતું, જો કે આ દરમિયાન ચાર કંપનીઓએ રોકાણકારોને ભારે નફો કરાવ્યો હતો. એમાં મુકેશ અંબાણીની રિલાયન્સ નંબર-1 પર રહી અને પાંચ દિવસમાં રોકાણકારોએ લગભગ 80,000 કરોડ રૂપિયાનો અઢળક નફો થયો.
ADVERTISEMENT
ભારતીય શેરબજાર માટે છેલ્લું અઠવાડિયું ઉથલ-પાથલ વાળું રહ્યું હતું. સેન્સેક્સ 759.58 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 228.3 પોઈન્ટ નીચે આવી ગયું હતું. જો કે આ દરમિયાન સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીના 1.71 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા. બીજી બાજુ, રિલાયન્સમાં નાણાંનું રોકાણ કરનારાઓએ માત્ર 5 દિવસમાં રૂ. 80,000 કરોડથી વધુનો નફો કમાયો. ઈન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓને પણ ભારે નુકસાન થયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો: જો-જો ક્યારેય પણ આવી ફાઇનાન્શિયલ ભૂલો ન કરતા, નહીંતર કરવો પડશે આર્થિક તંગીનો સામનો!
છેલ્લું અઠવાડિયું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારો માટે ખાસ હતું, કારણ કે કંપનીના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થવાના હતા. બજારમાં ભારે વધઘટ થવા છતાં રિલાયન્સનો શેર ગ્રીન ઝોનમાં રહ્યો હતો. હવે રિલાયન્સ Q3ના પરિણામો આવ્યા અને કંપનીએ જણાવ્યું કે, કંપનીનો નફો વધીને રૂ. 18,540 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 17,265 કરોડનું હતું. આ પરિણામોની અસર શેર પર પણ જોવા મળી હતી અને ગયા શુક્રવારે રિલાયન્સનો શેર 2.65%ના જંગી ઉછાળા સાથે રૂ. 1300 પર પહોંચ્યો હતો.
RILના શેરમાં સતત વધારો અને ત્રિમાસિક પરિણામો પછી અચાનક આવેલા ઉછાળાને પરિણામે કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોએ માત્ર પાંચ દિવસમાં રૂ. 79,773.34 કરોડ છાપી લીધા. કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 17,60,967.69 કરોડ થઈ ગઈ છે.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.