બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટેક્સ ચૂકવણીમાં અંબાણીએ રેકોર્ડ સર્જ્યો, સરકારી તિજોરીમાં આપ્યું 1.86 લાખ કરોડનું યોગદાન, જે છે બજેટના 4 ટકા બરાબર
Last Updated: 11:50 AM, 8 August 2024
RIL Income Tax : દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોર્પોરેટ આવકવેરાના સ્વરૂપમાં સરકારી તિજોરીમાં રૂ. 1.86 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે ભારત સરકારના બજેટના લગભગ 4 ટકા જેટલું છે.
ADVERTISEMENT
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્કમ ટેક્સ ભરવાના મામલે ભારતમાં પહેલા સ્થાને છે. અંબાણીની કંપનીએ તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપી છે. કંપનીએ કહ્યું છે કે, તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે કોર્પોરેટ આવકવેરા તરીકે 1 લાખ 86 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ બજેટના લગભગ 4 ટકા જેટલું છે. આ એક વર્ષ પહેલાની સરખામણીમાં અંદાજે રૂ. 9 હજાર કરોડ વધુ છે. કંપનીએ એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં 1.77 લાખ કરોડ રૂપિયાનો આવકવેરો જમા કરાવ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં તેણે 20 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઇઝેશનનો આંકડો પાર કર્યો અને આવું કરનાર ભારતની પ્રથમ કંપની બની. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની માર્કેટ મૂડીમાં 27 ટકાનો વધારો થયો છે. માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં વિશ્વની 48મી સૌથી મોટી કંપની છે. કોન્સોલિડેટેડ રેવન્યુના સંદર્ભમાં કંપનીએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખ કરોડનો આંકડો પણ પાર કર્યો હતો.
ADVERTISEMENT
કંપનીએ ટેક્સ પછી આટલો કેટલો નફો કર્યો
31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષમાં કંપનીનો કર પછીનો નફો રૂ.79 હજાર કરોડથી વધુ હતો. એક વર્ષ પહેલા ટેક્સ જમા કરાવ્યા બાદ કંપનીનો નફો 73 હજાર 670 કરોડ રૂપિયા હતો. એટલે કે ટેક્સ જમા કરાવ્યા પછી કંપનીના નફામાં ગયા નાણાકીય વર્ષમાં 7.3 ટકાનો વધારો થયો છે.
નિકાસ રૂ.3 લાખ કરોડથી વધુ
આ સમયગાળા દરમિયાન નિકાસથી લઈને ખાનગી રોકાણ અને સીએસઆરમાં દેશની સૌથી મોટી કંપનીનું યોગદાન પણ વધ્યું છે. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ તેણે ગયા નાણાકીય વર્ષમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી હતી. ગયા નાણાકીય વર્ષમાં તેણે 1 લાખ 35 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. કંપનીએ કોર્પોરેટ સામાજિક જવાબદારી મોરચે કુલ રૂ. 1,592 કરોડનો ખર્ચ કર્યો હતો. આ એક વર્ષ પહેલા કરતા 300 કરોડ રૂપિયા વધુ છે.
વધુ વાંચો : એક તરફ રેપો રેટનું એલાન, તો બીજી બાજુ ધડામ દઇને આ 10 શેરો ગગડી પડ્યા
આવો જાણીએ શું કહ્યુ મુકેશ અંબાણીએ ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં ભારતનું મહત્વ અનેકગણું વધી ગયું છે. અસ્થિરતા અને અનિશ્ચિતતાની આ દુનિયામાં ભારત સ્થિરતા અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ચમકી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ એ 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. ભારત અને ભારતીયતાની આ ભાવના જ રિલાયન્સને સતત નવીનતા લાવવા અને દરેક પ્રયાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કરે છે. રિલાયન્સ પરિવાર માટે ભારતની વિકાસગાથાનો ભાગ બનવું અને તેની અદભૂત વૃદ્ધિમાં યોગદાન આપવું એ ગૌરવની વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.