બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / આ કેવો ટ્રેન્ડ! સ્પેનમાં સુપરમાર્કેટમાં અનાનાસની મદદથી પાર્ટનર શોધી રહ્યા લોકો, અજીબોગરીબ સંકેત
Last Updated: 11:25 PM, 8 September 2024
વર્તમાનમાં સ્પેનમાં ડેટિંગનો નવો ટ્રેન્ડ (પાઈનેપલ ડેટિંગ) ચાલી રહ્યો છે. જેમાં બે વ્યક્તિ મળવા માટે ડેટિંગ એપનો ઉપયોગ કરવાને બદલે સુપરમાર્કેટની મદદ લઈ રહ્યાં છે. જેની પાછળ મુખ્યત્વે બે કારણો હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે લોકો પાસે સમયનો અભાવ છે અને ડેટિંગ એપ્સથી કંટાળી જવું પણ એક કારણ ગણવામાં આવે છે. દરેક વ્યક્તિ સુપરમાર્કેટ જાય છે અને અહીં તેમને વિવિધ પ્રકારના લોકોને મળવાનો મોકો પણ મળે છે.
ADVERTISEMENT
Dating apps are out, pineapples are in pic.twitter.com/lsS2lHmyVu
— Morning Brew Daily (@mbdailyshow) September 4, 2024
ડેટિંગનો નવો ટ્રેન્ડ શું છે?
ADVERTISEMENT
આ ટ્રેન્ડમાં લોકો સુપરમાર્કેટમાં જાય છે અને તેમની ટ્રોલીમાં ઊંધુ અનાનસ મુકે છે. જે પાઈનેપલ એક ગુપ્ત સંદેશ છે જે તેમને જણાવે છે કે તેઓ જીવનસાથીની શોધમાં છે. તેઓ સુપરમાર્કેટની આસપાસ ફરે છે અને જો તેઓ કોઈને જુએ છે જેની ટ્રોલીમાં અનાનસ પણ છે તો તેઓ જાણી લે છે કે તે વ્યક્તિ પણ પ્રેમની શોધમાં છે.
ચોકલેટ અથવા મીઠાઈ રાખે તો....
માત્ર અનાનસ જ નહીં પરંતુ અન્ય સંકેતોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ તેની ટ્રોલીમાં ચોકલેટ અથવા મીઠાઈ રાખે છે. તો તેનો અર્થ એ કે તે સીરિયલ રિલેશનશિપની શોધમાં છે. જો કોઈ વ્યક્તિ તેની ટ્રોલીમાં કચુંબર રાખે છે, તો તેનો અર્થ એ છે કે તે કેઝ્યુઅલ સંબંધની શોધમાં છે. જો તમે કોઈને પસંદ કરો છો, તો તમારે તમારી ટ્રોલી સામેની વ્યક્તિની ટ્રોલી સાથે ટક્કર મારવાની. જે સ્થિતિમાં જો તે પાછળથી ટક્કર મારે છે તો તે એ વાતનો સંકેત છે કે તેને પણ તમારી સાથે વાત કરવામાં રસ છે.
લોકોને મળી રહ્યાં પાર્ટનર
આ ટ્રેન્ડને લઈને ઘણી સક્સેસ સ્ટોરી પણ બહાર આવી રહી છે. ઘણા લોકોને આ રીતે તેમના જીવનસાથી મળી ગયા છે. જ્યારે કેટલાક લોકો ફક્ત નવા મિત્રો બનાવવામાં સફળ થયા છે. ઘણા લોકો આ વલણ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક માને છે કે આ વલણ લોકોને અસ્વસ્થતા અનુભવી શકે છે. કેટલાક લોકો તેને પીછો કરવાનો એક પ્રકાર પણ માને છે.
આ પણ વાંચો: કેટલું હેલ્થી છે તમારું હાર્ટ? વગર પૈસે ઘરે બેઠા ચકાસો, ECG, Echoની નથી જરૂર
પાઈનેપલ ડેટિંગ કેવી રીતે વાયરલ થયું?
ટેલિવિઝન સ્ટાર વિવી લીને એક વીડિયો બનાવીને પાઈનેપલ ડેટિંગ ટ્રેન્ડને વાયરલ કર્યો છે. આ વીડિયોમાં એક અભિનેત્રી મર્કાડોનાના સ્ટોરમાં વાઈનની ગલીઓમાં જઈ રહી છે. વિવી લિન કહે છે કે મર્કાડોનામાં સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે આવું કરવું સામાન્ય છે. એવા લોકોને મળો કે જેઓ નવા મિત્રો બનાવવા માંગે છે અને આ ટ્રેન્ડને અનુસરી રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.