Relationships between TMKOC's best friends deteriorated
સંબંધમાં તિરાડ /
જેઠાલાલના પોતાના ફાયરબ્રિગેડ સાથે બગડ્યા સંબંધો! બંને વચ્ચે વાત પણ નથી થતી
Team VTV03:38 PM, 27 Mar 21
| Updated: 03:38 PM, 27 Mar 21
તારક મહેતા...માં જેઠાલાલ અને મહેતા સાહેબની મિત્રતા એટલી જોરદાર બતાવી છે કે જાણે જય વીરુની જોડી. હવે તે જોડી તૂટી હોય તેવુ લાગી રહ્યું છે.
તારક મહેતા..ના બે પાત્રોમાં ખટરાગ
જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે અબોલા
જૂની કોઇ વાતને લઇને છે તકલીફ
ટીમે હાલમાં જ 3100 એપિસોડનો રેકોર્ડ બનાવ્યો છે અને TRP ચાર્ટમાં પણ સારુ પફોર્મ કરી રહ્યો છે. શોના પહેલા એપિસોડથી લઇને આજ સુધી લોકો બધા કેરેક્ટરના ફેન છે. જેઠાલાલ અને તારક વચ્ચેની મિત્રતા અત્યાર સુધી બધા જ એપિસોડમાં જોવા મળી છે પરંતુ હવે બંને વચ્ચે ખટરાગ થઇ ગયો છે. રિયલ લાઇફમાં બંને એકબીજાથી નારાજ થઇ ગયા છે.
શોમાં મિત્રો દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે ખટપટ ચાલી રહી છે. હવે તે એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યાં. કોઇ મોઇની એક રિપોર્ટ અનુસાર બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અબોલા છે. તે આવે છે પોતાના સિન્સ કરે છે અને પોતાની વેનિટીવેનમાં પાછા જતા રહે છે.
રિપોર્ટ અનુસાર જુની કોઇ વાતને લઇને બંને વચ્ચેની દોસ્તીમાં તિરાડ પડી હોય તેવુ લાગી રહ્યુ છે. બંનેમાંથી કોઇ પણ તે વાતને ભૂલીને આગળ વધવા માટે રાજી નથી. ઘણા ફેન્સ તે વાતને લઇને હેરાન છે કે તારક મહેતા અને જેઠાલાલની ઓનસ્ક્રીન મિત્રતા જોવા મળે છે અને રિયલ લાઇફમાં તે એકબીજાથી આટલા નારાજ કેવી રીતે છે. બંનેની એક્ટિંગથી આ વાતનો અંદાજો પણ ન આવે કે તેઓ વચ્ચે કંઇક તકલીફ છે.
શૈલેષ લોઢા અને દિલીપ જોશી ખુબ જ પ્રોફેશનલ છે. તેમની કામ કરવાની રીત ક્યારેય તમને વિશ્વાસ નહી થવા દે કે બંને વચ્ચે કોઇ પણ તકલીફ છે. વાસ્તવિક જીવનની સ્થિતિ કંઇક અલગ જ છે, એક બીજાને જોઇને હસતા પણ નથી પરંતુ જ્યારે પણ કામ આવે છે ત્યારે ખુબ જ સરળતાથી પતાવી લે છે.