બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ડર કે ગેરસમજણ દેખાડીને મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવા પણ દુષ્કર્મ- HCનો ચુકાદો

ન્યાયિક / ડર કે ગેરસમજણ દેખાડીને મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવા પણ દુષ્કર્મ- HCનો ચુકાદો

Last Updated: 06:12 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદમાં સ્પસ્ટ કહ્યું કે ડર કે ગેરસમજણ દેખાડીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવો પણ દુષ્કર્મની શ્રેણીમાં આવે છે.

ડર કે ગેરસમજણ દેખાડીને મહિલા સાથે બંધાતાં શારીરિક સંબંધો પણ રેપ ગણાય છે. અલાહાબાદ હાઈકોર્ટે મહિલાઓ સાથે બળાત્કારના મામલામાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મહિલાને ડર કે ગેરસમજણ દેખાડીને સેક્સ માણવું પણ દુષ્કર્મ ગણાય છે. મહિલાને બીક લાગી હોય કે તેને કંઈ ખબર ન પડી અને તેથી તેણે શારીરિક સંબંધો બાંધવાની સંમતિ આપી હોય તો પણ તે દુષ્કર્મ ગણાય છે.

આગ્રાના રાઘવ કુમારના કેસમાં ચુકાદો

હાઈકોર્ટનો આ નિર્ણય આગ્રાના રહેવાશી રાઘવ કુમારના કેસમાં આવ્યો છે, જેમણે આઈપીસીની કલમ 376 હેઠળ બળાત્કારના કેસમાં તેમની સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી. જસ્ટિસ અનીસ કુમાર ગુપ્તાએ કેસની સુનાવણી કરતા રાઘવ કુમારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં ડિસેમ્બર 2018માં આગ્રામાં તેમની સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને પડકારવામાં આવી હતી.

શું હતો કેસ

ચાર્જશીટ એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત હતી જેણે રાઘવ કુમાર પર તેણીને બેભાન કરવાનો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનો અને બાદમાં લગ્નના બહાને તેનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે બંને પક્ષો સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તેમની વચ્ચે ઘણા સમયથી સહમતિથી શારીરિક સંબંધો ચાલતા હતા. તેના વકીલે દાવો કર્યો હતો કે તેને કલમ 376 હેઠળ ગુનો ગણી શકાય નહીં કારણ કે આ સંબંધ લાંબા સમય સુધી સહમતિથી હતો. જો કે, રાજ્યના વકીલે દલીલ કરી હતી કે આ સંબંધ છેતરપિંડી અને બળ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેનાથી મહિલાની કોઈપણ વાસ્તવિક સંમતિને અમાન્ય કરી શકાય છે. આ દલીલ સાંભળ્યાં બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ મહિલાની ઈચ્છા વિરુદ્ધ છેતરપિંડી, ધાકધમકી સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હોવાથી તે ગુનો બને છે. હાઈકોર્ટે કહ્યું કે પહેલા સંબંધો ડરથી બંધાયા હતા પરંતુ પછીના સંબંધો સહમતિથી હતા આવા કિસ્સામાં પણ તે ગુનો બને છે આથી હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી અને તેના કામને રેપ ગણ્યો હતો.

વધુ વાંચો : 'લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે', હાઈકોર્ટનો મોટો ચુકાદો

લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો પણ દુષ્કર્મ

બે દિવસના પહેલાના ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર છે. કોર્ટે બળાત્કાર સહિતના અન્ય આરોપોમાં નોંધાયેલ કેસને રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે લગ્નના વચન સાથે સંબંધ બનાવવો, કોઈની ઈચ્છા વિરુદ્ધ છેતરપિંડી કરવી અને ધમકી આપીને સંબંધ બનાવવો એ પ્રથમદર્શી બળાત્કાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Allahabad High Court HC Sexual relationship verdict Allahabad High Court verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ