બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship tips simple Steps to convince angry Wife easily

લાઈફસ્ટાઈલ / તમારી પત્ની વારેવારે રિસાઈ જાય છે? તો અપનાવો આ ટિપ્સ તરત જ માની જશે

Vidhata

Last Updated: 01:42 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ તમારી પત્નીને મનાવવામાં નિષ્ફળ જાઓ છો, તો અહીં આપેલી ટિપ્સથી તમે તમારી નારાજ પત્નીને મનાવી શકો છો.

વિવાહિત સંબંધોમાં રીસાવાનું અને મનાવવું તો ચાલતું જ રહે છે, પરંતુ કેટલીકવાર સ્ત્રીઓ એટલી હદે રિસાઈ જાય છે કે તેમને મનાવવા મુશ્કેલ બની જાય છે. એવામાં ઘરનું વાતાવરણ પણ એકદમ ગંભીર બની જાય છે. પતિ પોતાની પત્નીને મનાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં ઘણી વખત નિષ્ફળ જાય છે. લગ્ન નવા હોય કે જૂના, રીસાવાનું અને મનાવવાનું તો ચાલુ જ રહે છે. કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે જેટલી વધુ દલીલો થાય છે તેટલો જ તેમનો સંબંધ મજબૂત બને છે. નારાજગી થોડા સમય માટે જ સારી લાગે છે, વધુ સમય સુધી ગુસ્સામાં રહેવાથી અને વાત કરવાનું બંધ કરવાથી પણ સંબંધ નબળા પડી શકે છે. વાસ્તવમાં પતિ-પત્ની પરિણીત જીવનના બે પૈડાં જેવા છે, જો તેમાંથી કોઈ એક પૈડું અટકી જાય તો આ લગ્ન સંસાર રૂપી વાહનને સરળતાથી આગળ વધારવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, તે મહત્ત્વપૂર્ણ છે કે બંને પૈડા સમાન રીતે ફરે.

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પુરુષો ખૂબ ગરમ મિજાજના હોય છે, પરંતુ ઘરની અંદર પત્ની રિસાઈ જાય તો તેમનો ગુસ્સો પણ નથી કામ નથી આવતો. જ્યારે ઘરની સ્ત્રી ગુસ્સે થાય તો ત્યારે માહોલમાં સન્નાટો છવાઈ જાય છે. પતિ વાતાવરણને હળવું કરવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં તે પત્નીના ગુસ્સાને શાંત કરી શકતો નથી. જો તમે પણ વારંવાર આવી સ્થિતિમાં ફસાઈ જાવ છો તો અહીં જણાવેલી ટિપ્સથી તમે તમારી પત્નીના ગુસ્સાને શાંત કરી શકો છો.

તમારા હાથથી કંઈક બનાવીને ખવડાવો - જો તમને કંઈપણ બનાવતા નથી આવડતું તો પણ તમે તમારી પત્નીને ચા તો બનાવીને પીવડાવી શકો છો. બસ આટલું કરવાથી તેનું દિલ ખુશ થઈ જશે. આ પછી, ચા પીતી વખતે, તેમની સાથે વાત કરો અને તેમની નારાજગીનું કારણ જાણવાનો પ્રયાસ કરો.

પ્રેમથી વાત કરો - સ્ત્રીઓ આખો દિવસ ઘરની દરેક વ્યક્તિની સંભાળ રાખે છે અને બદલામાં તેઓ તેમના પતિ અને પરિવાર પાસેથી ફક્ત પ્રેમ અને સન્માનની અપેક્ષા રાખે છે. ઘણી વખત આના અભાવે કે અન્ય કોઈ કારણસર તે સરળતાથી ચિડાઈ જાય છે, આવી સ્થિતિમાં તેના પર ગુસ્સે થવાને બદલે તેને સમજો અને તેની સાથે પ્રેમભરી ક્ષણો વિતાવો. તેમની સાથે માત્ર પ્રેમથી વાત કરવાથી તેમનો અડધો ગુસ્સો શાંત થઈ જશે.

શોપિંગ માટે લઈ જાઓ - તમારી પત્નીને ખુશ રાખવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમે તેને શોપિંગ કરવા લઈ જાઓ. જ્યારે શોપિંગ દરમિયાન તેમનો મૂડ સારો થઈ જાય ત્યારે તમે તેમની માફી માંગી શકો છો.

વધુ વાંચો: પહેલી ડેટ પર જતી વખતે આ બાબતોનું ધ્યાનમાં રાખજો, રિલેશનશિપ મજબૂત બનશે

પસંદગીનું ગીફ્ટ આપો - દરેક વયની સ્ત્રીઓને ગીફ્ટ ગમે છે. ગીફ્ટ દ્વારા, તમે તેમની નારાજગીને તરત જ ખુશીમાં બદલી શકો છો. આ માટે તમારે તમારી પત્નીની પસંદ-નાપસંદ વિશે ખબર હોવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Tips to convince Wife relationship relationship tips લાઈફસ્ટાઈલ relationship Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ