બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / રિલેશનશિપને મજબૂત બનાવવી છે? તો આ 5 બાબતોને ઇગ્નોર કરવાનું શીખી લો, નહીં થાય કંકાસ

લાઈફસ્ટાઈલ ટિપ્સ / રિલેશનશિપને મજબૂત બનાવવી છે? તો આ 5 બાબતોને ઇગ્નોર કરવાનું શીખી લો, નહીં થાય કંકાસ

Last Updated: 09:12 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંબંધોને મજબૂત અને ખુશહાલ બનાવવું દરેકનું સપનું હોય છે. પણ ઘણી વાર નાનકડી બાબતોને લઈને થયેલી ગેરસમજ અને વાદ-વિવાદ સંબંધોમાં દરાર પેદા કરી શકે છે. જીવનસાથી કે પરિવારજનો સાથે સંવાદિતા જાળવી રાખવા માટે આવશ્યક છે કે કેટલીક વાતોને અવગણવા શીખી લઈએ.

સંબંધમાં ઝઘડા ટાળવા માટેના સૂચનો

સંબંધમાં મજબૂતી અને ખુશહાલી જાળવી રાખવી દરેકની ઇચ્છા હોય છે, પણ ઘણી વખત નાની-નાની વાતોને વધારે મહત્ત્વ આપવાથી ઘરમાં કલેશ સર્જાઈ શકે છે.

દરેક સંબંધ વિશ્વાસ, સમજદારી અને ધૈર્ય પર ટકેલો હોય છે. જો તમે ઇચ્છો છો કે તમારો સંબંધ તણાવમુક્ત અને મજબૂત રહે, તો કેટલીક બાબતોને અવગણવાનું શીખવું ખૂબ જરૂરી છે.

બિનજરૂરી વાદ-વિવાદ, નાની ભૂલો અને નકારાત્મકતાને અવગણીને તમે તમારો સંબંધ વધુ સારો બનાવી શકો છો. અહીં જાણો એવી 5 બાબતો વિશે, જેને અવગણવાથી તમારો સંબંધ વધુ મજબૂત બની શકે છે.

સંબંધમાં આ બાબતોને અવગણવું જરૂરી છે

  • નાની-મોટી ભૂલો

દરેક માનવીથી ભૂલો થાય છે. સંબંધમાં સાથીની નાની ભૂલોને વારંવાર મુદ્દો બનાવવો સંબંધને નબળો બનાવી શકે છે. જો કોઈએ કપડા યોગ્ય રીતે ન મૂક્યા હોય અથવા ઘરનું નાનું કામ ભૂલી ગયો હોય, તો તેને ઝઘડાનો વિષય બનાવવાને બદલે પ્રેમથી સમજાવવું જોઈએ. દર વખત હેરાન થવાને બદલે માફ કરીને આગળ વધવું સંબંધોના પાયાને મજબૂતી આપે છે.

couple_fight_aa_U6IV33J.width-800
  • મૂડ સ્વિંગને ગંભીરતાથી ના લેશો

ઘણી વાર લોકો ખરાબ મૂડમાં એવું કંઈક કહી દે છે કે પછી તેમને પોતાને પણ પસ્તાવો થાય છે. આવું થવામાં જો તમારા જીવનસાથી કે પરિવારના કોઈ સભ્યનો મૂડ ખરાબ હોય, તો તેને તરત જ દિલ પર ના લો. પહેલા તેમના મૂડનું કારણ સમજવાનો પ્રયાસ કરો અને તેમને થોડો સમય આપો. થોડી વાર પછી વાત કરવાથી પરિસ્થિતિ સામાન્ય બની શકે છે.

  • જૂની ફરિયાદો

જૂની વાતોને વારંવાર યાદ કરવી અને તેના ઉપર ચર્ચા કરવી કોઈપણ સંબંધ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો ભૂતકાળમાં કોઈ તકલીફ કે વાતચીત થઈ હોય, તો તેને ભૂતકાળમાં જ છોડી દો. દરેક નવી ચર્ચામાં જૂની બાબતોને ખેચવાથી સંબંધમાં તણાવ વધે છે. વર્તમાનમાં ધ્યાન આપો અને ભવિષ્યને વધુ સારું બનાવવાની દિશામાં પ્રયત્ન કરો.

  • બીજાની ખરાબ આદતો

દરેક વ્યક્તિની પોતાની રીત હોય છે જીવવાની. બીજાની આદતો તમને ક્યારેક ખલેલ પોહંચાડી શકે છે, પણ એ સમજવું જરૂરી છે કે દરેકનું વ્યક્તિત્વ જુદું હોય છે. વારંવાર તેમને બદલવાની કોશિશ કરવી કે તેમની આદતોને લઈ ટીકા કરવી સંબંધને નબળો બનાવી શકે છે.

couple
  • ઘરના નિર્ણયોમાં દરેક વાત પર વાદ-વિવાદ

ઘરના નિર્ણયો અંગે દરેક વખતે પોતાની વાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન ન કરો. પરિવારના દરેક સભ્યની પોતાની વિચારધારા અને દ્રષ્ટિકોણ હોય શકે છે. જો કોઈ વાતમાં તમે સહમત ન હોવ, તો શાંતિથી વાત કરો અને બીજા વ્યક્તિના અભિપ્રાયને પણ માન આપો. ઝઘડા ટાળવા માટે એકબીજાની દૃષ્ટિ સમજવી આવશ્યક છે.

  • અવગણવું પણ એક કળા છે

સંબંધોને બચાવવા માટે કઈ વાત અવગણવી તે શીખવું ખૂબ જરૂરી છે. આવશ્યક નથી કે દરેક વાતમાં જવાબ આપવો કે દરેક ઝઘડામાં સામેલ થવું. ઘણી વાર શાંતી રાખીને કે હસીને વાતને શાંત કરી શકાય છે, અને એથી સંબંધ વધુ મજબૂત બને છે.

  • સંબંધોમાં સંવાદ પણ અગત્યનો છે

જેમ કેટલીક બાબતો અવગણવી જોઈએ, તેટલું જ જરૂરી છે યોગ્ય સમયે વાતચીત કરવી. કોઈ વાત હંમેશાં માટે દબાવી રાખવાને બદલે યોગ્ય સમયે જીવનસાથી સાથે વાત કરવી જોઈએ. એથી સંબંધમાં વિશ્વાસ અને સમજદારી વધે છે.

વધુ વાંચો: તમારી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા પહેલા ચાર બાબતો ધ્યાનમાં રાખજો! તરત જ હા પાડી દેશે

છેલ્લે એવું કહી શકાય કે સંબંધને મજબૂત બનાવી રાખવો એક સતત પ્રક્રિયા છે. નાની-નાની વાતોને અવગણીને અને જીવનસાથીની લાગણીઓને માન આપી, તમે તમારો સંબંધ ખુશહાલ અને સ્થિર બનાવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Relationship Fights in a relationship Relationship Advice For Avoiding Fights
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ