Rejection slip may issue from this day in Assam giving reason to exit nrc
પ્રોસેસ /
આસામમાં આ તારીખથી શરૂ થઈ શકે છે NRCની પ્રક્રિયા, સરકાર આપશે રિજેક્શનનું કારણ
Team VTV08:33 AM, 03 Mar 20
| Updated: 08:39 AM, 03 Mar 20
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)માંથી 19 લાખ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. આસામ સરકારે જણાવ્યું છે કે આ લોકોને માર્ચ મહિનાની 20 તારીખે રિજેક્શન સ્લીપ આપવાની યોજના છે.
આસામમાં શરૂ થશે NRCની પ્રક્રિયા
20 માર્ચથી આસામમાં શરૂ થઈ શકે NRCની પ્રક્રિયા
19 લાખ લોકોને સરકાર આપશે રિજેક્શનનું કારણ
રિજેક્શન સ્લીપમાં કારણ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે 20 માર્ચથી રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) માંથી બાકાત રાખવામાં આવેલા 19 લાખ લોકોને રિજેક્શન સ્લિપ આપવામાં આવી શકે છે.આસામની સર્બાનંદ સોનોવાલ સરકારે સોમવારે જ આ યોજના બનાવી હતી. આ કામ NRC દ્વારા કરવામાં આવશે. રિજેક્શન સ્લીપમાં કોઈ વ્યક્તિને NRCની અંતિમ સૂચિમાંથી બહાર રાખવાના કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
કોંગ્રેસના વિધાયક અબ્દુલ કલામ રશીદે પણ પૂછ્યો હતો પ્રશ્ન
આસામ વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક રકીબુદ્દીન અહમદે આ માટે સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી ચંદ્ર મોહન પટવારીએ કહ્યું કે હાલમાં પરિક્ષણનું કામ ચાલી રહ્યું છે જે લગભહગ 12 ટકા બાકી છે. આ કામ પૂરું થયા બાદ 20 માર્ચ 2020થી રિજેક્શન સ્લીપ જાહેર કરવાની યોજના છે. NRC અપડેશન માટે કુલ 1348.13 કરોડ રૂપિયા અલોટ કરવા હોવાનું તેઓએ જણાવ્યું છે.
31 ઓગસ્ટ 2019એ જાહેર કરાયું હતું NRCનું લિસ્ટ
NRCનું ફાઈનલ લિસ્ટ ગયા વર્ષે 31 ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં 19,06,657 લોકોને NRCમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. કુલ 3,30,27,661 અરજદારોમાંથી 3,11,21,004 લોકો NRCમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રિજેક્શન સ્લીપ જાહેર કરવાનો ન હતો કોઈ કાર્યક્રમ
છેલ્લા NRCને પ્રકાશિત કરતાં પહેલાં કેન્દ્રએ તેમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને તરત જ ફોરેન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવાની સમય સીમાને 60 દિવસથી વધારીને 120 દિવસની કરી હતી. સાથે અન્ય જરૂરી સંશોધન પણ કર્યા હતા. આ પ્રક્રિયામાં મોડું થયું હતું. આ પહેલાં રિજેક્શન સ્લીપ જાહેર કરવાને માટે કોઈ અસ્થાયી કાર્યક્રમ જાહેર કરાયો ન હતો.
રિજેક્શન બાદ લોકો પાસે રહેશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ
કોઈ અરજદારના ભારતીય નાગરિક હોવાના કે ન હોવાનો નિર્ણય ફોરેન ટ્રિબ્યુનલ કરશે. ટ્રિબ્યુનલના નિર્ણયની વિરુદ્ધમાં અરજદારની પાસે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ પણ છે. વિદેશી નાગરિક જાહેર થયા બાદ શું થશે તેની પર હજુ સુધી પણ સરકારની તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પણ કાયદા અનુસાર તેમને ડિટેઈન કરીને નિર્વાસિત કરવાની જોગવાઈ છે.