બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rejected job offers MBA youngster doing farming

VTV વિશેષ / પાક્કો ગુજરાતી: નોકરીની ઑફરો ઠુકરાવી MBA યુવાને ધરતી પર લહેરાવી ઐશ્વર્યની હરિયાળી, પત્ની પણ આપે છે સાથ

Malay

Last Updated: 01:56 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ શૈક્ષણિક ડિગ્રીના પ્રમાણપત્રો છે અને બીજી તરફ ધરતીમાંથી પેદા થયેલી ઊપજ છે. એક સમય હતો જ્યારે ન ભણે તે ખેતીમાં લાગી જતાં હતા. પરંતુ હવે ભણેલા લોકો પણ ખેતી કરવા લાગ્યા છે. જ્યારે ભણેલા લોકો ખેતીમાં ઝંપલાવે છે ત્યારે કેવું પરિણામ મળે છે તેનો આ પુરાવો છે.

  • MBA યુવા ખેડૂત અહીં કરે છે ખેતી
  • બુદ્ધિની ડિગ્રી, મહેનતની ઊપજ
  • શહેરો તરફ ભાગતા યુવાનનો ચિંધે છે રાહ

આજે મોટા ભાગના યુવાનો લાખો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચી સરકારી નોકરીની તૈયારી કરતા જોવા મળે છે.  જેમાં ક્યારેક સફળતા ન મળ્યા બાદ યુવાનો નાસીપાત પણ થઈ જતા હોય છે, ત્યારે જોડિયા પંથકના શિક્ષિત અને પ્રગતિશીલ યુવાન ખેડૂતોએ યુવાનોને નવો રાહ ચીંધ્યો છે. MBA જેવી મહત્વની ડિગ્રી મેળવ્યા બાદ અનેક નોકરીની ઓફરો ઠુકરાવીને આ યુવાને ખેતીમાં જંપલાપી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે એ સરસ્વતીના આરાધકે કૃષિકાર બની પોતાના ખેતરમાં કેવી લહેરાવી છે ઐશ્વર્યની હરિયાળી જોઈએ આ અહેવાલમાં...

નોકરીની ઓફરોને ઠુકરાવીને ખેતીને કરી પસંદ 
જોડિયા તાલુકાના હડિયાણા ગામના રહેવાસી નકુમ બાબુલાલ નામના યુવકે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે જૂનાગઢ ખાતે આવેલ કૃષિ  યુનિવર્સિટી ખાતે અગ્રો માટે કોર્ષ પણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને નોકરીની પણ અનેક ઓફર આવતી હતી, છતાં આ તમામ ઓફરોને ઠુકરાવીને તેઓએ ખેતીને પસંદ કરી. 

20 વીઘાના ખેતરમાં કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી
હાલ તેઓ પોતાના વતન હડિયાણા ગામમાં જ પોતના પરિવાર સાથે રહે છે અને પોતના 20 વીઘા જેટલા ખેતરમાં આધુનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, જેમાં ટપક સિંચાઈ અપનાવી ડ્રેગન ફ્રૂટ જેવા ફળફળાદી સાથે કારેલા, કોબી જેવા શાકભાજીનું વાવેતર કરીને મોટી કમાણી કરી રહ્યા છે. 

યુવાનો ખેતીમાં મહેનત કરે તો ખૂબ સારી કમાણી કરી શકે છેઃ બાબુલાલ
તેઓ પોતાના ખેતરમાં હરિયાળી સમૃદ્ધિ લહેરાવી શક્યા છે અને અન્ય લોકો માટે પણ પ્રશંસાનું પાત્ર બન્યા છે. ત્યારે આજના યુવાનોને સંદેશો આપતા બાબુલાલ કહે છે કે, 'જો યુવાનો પોતાની સૂઝબૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીમાં મહેનત કરે તો ખૂબ સારી કમાણી કરી શકે છે.'

યુવા ખેડૂતના પત્ની પણ છે ગ્રેજ્યુએટ
યુવા ખેડૂત બાબુલાલના પત્ની આશાબેન પણ ગ્રેજ્યુએટ છે અને તેઓ પણ કોઈ પણ પતિ પર વ્હાઇટ કોલર જોબની નોકરીનું દબાણ કર્યા વગર ગામડામાં જ રહીને પતિને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનું પણ માનવું છે કે, આજના યુવાનો અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરે છે. પરંતુ અભ્યાસ કર્યા પછી પરંપરાગત ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી તરફ રુચિ દાખવે તો શહેરની નોકરી કરતા પણ સારી આવક મેળવી શકે છે.

આમ, ખેતીમાં જો વૈજ્ઞાનિક અભિગમનું સંયોજન કરવામાં આવે તો આવકની કોઈ મર્યાદા રહેતી નથી. આજે યુવાનો લાખો રૂપિયાની ફી ભરી શિક્ષણ મેળવે છે, ત્યારબાદ મામૂલી અને સીમિત પગારમાં નોકરી માટે શહેર તરફ વળે છે જેને લઈને ગામડાઓ તૂટી રહ્યા છે. ત્યારે યુવાનો જો બાબુલાલ નકુમ જેવા યુવાનોમાંથી પ્રેરણા લે તો ગામડાઓ બચી શકે છે..
 

સંકળાયેલા મુદ્દાઓ

MBA youngster MBA યુવાન Rejected job VTV વિશેષ Vtv Exclusive jamnagar પાક્કો ગુજરાતી jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ