બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / regarding the Vibrant Gujarat Summit CM Bhupendra Patel will hold Road show in delhi

તૈયારીઓ / વાયબ્રન્ટ સમિટ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલનો દિલ્હીમાં રોડ શો, જાણો સમગ્ર કાર્યક્રમ

Kavan

Last Updated: 10:03 AM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં રોડ શો કરશે.

  • દિલ્લીમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો
  • વાયબ્રન્ટ સમિટ અંતર્ગત કરશે રોડ શો
  • ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરશે. આ સાથે જ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મિટિંગ કરશે અને વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક કરશે. 

રાજ્યની ઉદ્યોગ-વેપારલક્ષી નીતિઓ વિશે કરશે માહિતગાર

વાયબ્રન્ટ સમિટ-2022નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. રાજ્યની ઉદ્યોગ-વેપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર કરશે. CMના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય સચિવ પંકજ કુમાર અને ACS રાજીવ ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. દિલ્હી બાદ દેશના વિવિધ શહેરોમાં પણ રોડ શો યોજાશે.

સૌથી વધુ MoU થાય તેવી અધિકારીઓને સૂચના આપી: વાઘાણી

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં વાઇબ્રન્ટ ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવી છે. તમામ અધિકારીઓને સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ સમિટ તૈયાર કરવાની અને વધુમાં વધુ MoU થાય તેવી સૂચના આપી છે. 19 કંપની જોડે MoU કર્યા છે, 24,185 કરોડના MoU થયા છે. અંદાજિત 37000 જેટલી રોજગારી ઉભી થવાની સંભાવના છે.

ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી કરશે સંબોધન

આજે મુખ્યમંત્રી દિલ્હીમાં લીલા પેલેસમાં વાઇબ્રન્ટ સમિટને લઇને રોડ શો કરશે. 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે, 12.10થી 12.30 ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી સંબોધન કરશે અને જોડાશે. આખા દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખ્યા છે અને લોકો પણ આવવાના છે. એસ. જયશંકર પણ સેશનમાં જોડાશે. ઇન્જેક્શન ઓફ હેલ્થ મિશન અંગે તેઓ વાત કરશે. વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ દિલ્હી રોડ શોથી શરૂ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vibrant Gujarat Summit Vibrant Gujarat Summit 2022 cm bhupendra patel મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ સમિટ Vibrant Gujarat Summit 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ