refill lpg cylinder by giving just a missed call on this number
LPG Booking /
ગેસ બુકિંગ થયું સરળ, ફ્કત 1 Missed Call અને ઘરે આવી જશે ગેસ સિલિન્ડર, આ નંબર ફટાફટ કરી લો સેવ
Team VTV08:04 AM, 17 Jun 21
| Updated: 08:04 AM, 17 Jun 21
હવે રસોઈ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું કામ ફક્ત 1 મિસ્ડ કોલની મદદથી ચપટીમાં થઈ જશે અને ગેસ સિલિન્ડર ઘરે આવી જશે. તો આજે જ સેવ કરી લો તમારી કંપનીનો મિસ્ડ કોલ નંબર.
હવે ગેસ બુકિંગ થયું સરળ
ફ્કત 1 Missed Call અને ઘરે આવી જશે ગેસ સિલિન્ડર
આ નંબર ફટાફટ કરી લો સેવ
રસોઈ ગેસ સિલિન્ડરને બુક કરાવવાનું કામ હવે તમે ચપટીમાં કરી શકો છો, આ માટે તમારે ફક્ત એક મિસ્ડ કોલ કરવાનો રહે છે. ઈન્ડિયન ઓઈલ પોતાના ગ્રાહકોને આ સર્વિસ આપી રહી છે. તો તમે પણ નોંધી લો તમારી કંપનીનો મિસ્ડ કોલ નંબર અને હવેથી આ રીતે કરાવો ગેસ સિલિન્ડરનું બુકિંગ.
મિસ્ડ કોલથી ઘરે આવશે LPG સિલિન્ડર
દેશના કોઈ પણ ભાગમાં હવે ફક્ત મિસ્ડ કોલ કરીને તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. મિસ્ડ કોલની મદદથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાની સુવિધા IOCએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી. પહેલા ગ્રાહકોને કસ્ટમર કેર પર લાંબા સમય સુધી કોલ હોલ્ડ પર રાખવો પડતો હતો. પણ હવે આવું કરવાની જરૂર રહેશે નહીં. ફક્ત 1 મિસ્ડ કોલ કરો અને ગેસ સિલિન્ડર તમારા ઘરે આવી જશે.
Introducing the smart way to #Indane refill! Just give us a missed call to 8454955555 and find your #LPG refill at your doorsteps! Customers in Odisha and Kota can register for a new connection by giving a missed call to this number. pic.twitter.com/MzFdEVIctH
આ નંબર કરી લો સેવ
IOCએ આ માટે એક ટ્વીટ કરી છે અને ગ્રાહકોને જાણકારી આપી છે. IOCએ મિસ્ડ કોલ નંબર પણ આપ્યો છે જે છે 8454955555. તમે આ રજિસ્ટર્ડ નંબર પર ફોન કરી શકો છો. આ સાથે કહેવાયું છે કે ઓરિસ્સા અને કોટાના ગ્રાહકો પણ આ નંબર પર મિસ્ડ કોલ કરીને સિલિન્ડરને બુક કરાવી શકશે. સારી વાત એ છે કે આ માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ ગ્રાહકોએ આપવાનો રહેતો નથી.
અન્ય રીતે પણ બુક કરાવી શકાય છે LPG
મિસ્ડ કોલ સિવાય પણ ગેસ સિલિન્ડર બુકિંગની અન્ય રીતો પણ છે. IOC, HPCL અને BPCLના ગ્રાહકો SMS અને Whatsappની મદદથી પણ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે.
IOCના ગ્રાહકો આ રીતે કરાવી શકે છે સિલિન્ડરનું બુકિંગ
જો તમે Indaneના ગ્રાહક છો તો LPG ગેસ સિલિન્ડરના બુકિંગ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7718955555 પર ફોન કરવાનો રહે છે. આ સિવાય અન્ય રીતમાં Whatsapp છે જેમાં તમે REFILL લખીને 7588888824 પર Whatsapp કરો અને ગેસ સિલિન્ડર તમારા ઘરે ડિલિવર થઈ જશે.
HPના ગ્રાહકો આ રીતે કરો LPG નું બુકિંગ
HPના ગ્રાહકો 9222201122 પર Whatsapp મેસેજ મોકલીની LPG સિલિન્ડરનું બુકિંગ કરી શકે છે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી BOOK ટાઈપ કરીને 9222201122 પર મોકલવાનો રહે છે. અહીંથી તમે સબ્સિડીની માહિતી પણ મેળવી શકો છો.
Bharat Gasના ગ્રાહકો આ રીતે કરી શકશે બુકિંગ લખીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800224344 પર મેસેજ કરવાનો રહે છે. આ પછી તમારી બુકિંગ રિકવેસ્ટ એજન્સી સ્વીકારી લેશે અને વોટ્સએપ નંબર પર એલર્ટ આવી જશે.