બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / reduce the brightness of the sun

અંતરિક્ષ / ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે વૈજ્ઞાનિકોનો નવો પેંતરો, હવે સૂર્યની ચમક ઓછી કરવાનો થઈ રહ્યો છે પ્રયાસ

Pravin

Last Updated: 02:43 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ વોર્મિંગની અસરથી તાત્કાલિક છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે, તેથી સૂર્યના આકરા તાપમાંથી રાહત મેળવવા માટે વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરતા રહે છે.

  • ગ્લોબલ વોર્મિંગથી છૂટકારો મેળવવાનો પ્રયાસ
  • વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સંશોધન
  • તાત્કાલિક ધરતીને ઠંડી કરવાની જરૂર

કભી ખુશી કભી ગમ ફિલ્મમાં શાહરુખ ખાને જ્યારે પોતાના હાથ ફેલાવીને ગીત ગાયું 'સૂરજ હુઆ મદ્ધમ' તો કદાચ તેને અને ગીતની રચના કરનારા અનિલા પાંડે એ વાતનો અંદાજ પણ નહીં હોય કે, વૈજ્ઞાનિકો તેમની વાતને ગંભીરતાથી લઈને સૂરજને મદ્ધમ કરવાની કોશિશમાં લાગી જશે. હકીકતમાં ગ્લોબલ વોર્મિંગને લઈને છેલ્લા બે દાયકાથી સમગ્ર દુનિયામાં સતત ચિંતાઓ વધતી જઈ રહી છે. તેમાં કોઈ બેમત્ત નથી કે, ધરતીને તાત્કાલિક ઠંડી કરવાની જરૂર છે. એટલા માટે તમામ પ્રકારના ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. જેમાં ફોસિલ ફ્યૂલને સળગાવવાનું બંધ કરવું અને વૈકલ્પિક ઊર્જા પર ધ્યાન આપવાની વાત કહેવામાં આવી રહી છે. પણ તેને તાત્કાલિક અમલમાં લાવવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આવા સમયે વૈજ્ઞાનિકોને ધરતી ઠંડી કરવા માટે સૂરજને મદ્ધમ કરવા પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં જિયો-એન્જીયરિંગ કહેવાય છે.

શું હોય છે જિયો-એન્જીનિયરીંગ

ગ્લોબલ વોર્મિંગથી છૂટકારો મેળવવા માટે દુનિયાની જળવાયું સિસ્ટમનું યાંત્રિકી રીતે જિયો એન્જીનિયરીંગ કહેવાય છે. જિયો એન્જીનિયરીંગની પ્રક્રિયામાં એક ટેકનિક હોય છે, જેને સ્ટ્રેટોસ્ફેરિક એયરોસોલ ઈન્જેક્શન કહેવાય છે. આ પ્રક્રિયામાં હવાઈ જહાજ એક માધ્યમ હોય છે, જે એરોસોલના કણોને છોડે છે. જેનાથી સૂરજના કિરણો પરાવર્તિત થઈને બહારના અંતરિક્ષમાં ચાલ્યા જાય છે અને આવી રીતે તે ધરતીને ઠંડી કરે છે.

વૈજ્ઞાનિકો શા માટે ચિંતિત છે

SAIના કારણે આકાશ ફટાફટ સફેદ થઈ જાય છે, જો કે, વૈજ્ઞાનિકોની ચિંતાનું કારણ એ નથી. પણ જો ધરતી ઠંડી થઈ જાય છે, તો તેનો અર્થ છે કે, ધરતીની પરતથી ઓછામાં ઓછી માત્રામાં બાષ્પીકરણ થશે અને વરસાદની રીતમાં ફેરફાર થશે. તેના કારણે દુનિયાભરમાં પરિસ્થિતીક તંત્રમાં રિપલ ઈફેક્ટ ઉત્પન્ન થઈ શકે છે. પણ તેની અસરની પ્રકૃતિ આ વાત પર નિર્ભર કરે છે કે, SAIનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.પરિસ્થિતિકી તંત્ર શું અસર પાડે છે.

જો એરોસોલને છોડવામાં સામંજ્ય સ્થાપિત થતું નથી, તો ક્યાંક વધારે વરસાદ તો ક્યાં દુકાળની સ્થિતી આવી શકે છે. સાથે જ કુદરતી વિપદાની સ્થિતીઓ પણ વધી શકે છે. જો આવું થાય છે તો, ફેલાવામાં આવેલા SAIને તુરંત સમાયોજિત કરવાનું થશે. જેનાથી ચરમ મૌસમની ગતિવિધિઓ પર રોક લગાવી શકાય. આ ઉપરાંત તેના ઓજોન પરતને પણ નુકસાન થઈ શકે છે. સાથે જ સૂરજના કિરણો નબળા થવાની ફોટોસિંથેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. જેનાથી છોડ ઉછરી શકશે નહીં, જંગલની સાથે સાથે ખેતીને પણ નુકસાન થશે. તેના પર રોક લગાવવા માટે 60 નિષ્ણાંતોના એક ગ્રુપે ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં કહેવાયું છે કે, આ ટેકનિક એટલી જ ખતરનાક છે, જેમ કે માણસોનું ક્લોનિંગ અને રસાયણિક હથિયાર, જેની જરૂર નથી.

આવશે ભયંકર પરિણામ

નિષ્ણાતોનું કહેવું છે કે, જો એવુ કરવામાં આવ્યું તો, તેના સુધારવામાં કેટલાય દાયકો લાગી જશે. તેનો અર્થ છે કે, પ્રકૃતિની સાથે ભયાનક રીતે છેડછાડ કરવા જેવું છે, જેનું દુષ્પરિણામ બહુ ભયાનક આવશે અને ક્યાંક જો તેને અચાનક બંધ કરી દેવામા આવે તો, ધરતીને ઠંડી રાખવા માટે જે એરોસોલનું સુરક્ષા કવચ બનાવે છે, તે વાયુમંડળમાં એકઠા થયેલા ગ્રીનહાઉસ ગૈસ એક ઝાટકામાં ધરતી સાથે ટકરાશે. તેનાથી ધરતીનું તાપમાન વર્તમાન સ્થિતીની સરખામણીએ અચાનક 4થી 6 ગણું વધી જશે. એટલા માટે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સૂરજનું મદ્ધમ હોવું ગીતમાં તો સારૂ લાગે પણ પ્રાયોગિક તરીકે તેના ભયંકર પરિણામ આવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Global Warming sun ગ્લોબલ વોર્મિંગ જિયો એન્જીનિયરીંગ તાપમાન વૈજ્ઞાનિક સૂર્ય હવામાન global warming
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ