જૂનાગઢ / પરિક્રમામાં ઉતાવળિયા યાત્રાળુઓ સામે વન વિભાગની લાલ આંખ, યાત્રાળુઓને દંડ ફટકાર્યો

લીલી પરિક્રમામા ઉતાવળિયા યાત્રાળુઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. નિયત સમય કરતા ગીર અભ્યારણમાં પ્રવેશ કરતા વન વિભાગે યાત્રાળુઓને દંડ ફટકાર્યો. અને ઉઠક-બેઠક કરાવી હતી. ગીર અભ્યારણ પ્રતિબંધિત વિસ્તાર છે અને માત્ર નિયત દિવસોમાં જ ગીર અભ્યારણમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. ત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતના 22 જેટલા યાત્રાળુઓએ વહેલા ગીર અભ્યારણમાં પ્રવેશ કરતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ