જમ્મુ-શ્રીનગર હાઇવે પર રવિવારનાં રોજ સવારનાં બાઇકથી હુમલો કરવાની ખાનગી એજન્સીનાં ઇનપુટ બાદ પૂરા હાઇવે પર રેડ એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. આને ધ્યાને રાખતાં સવારનાં નવ કલાક પહેલાં કોન્વોયની મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે.
ખાનગી એજન્સીઓ પાસે ઇનપુટ એવાં છે કે રવિવારનાં રોજ સવારનાં આતંકી રાષ્ટ્રીય રાજમાર્ગ પર સવારનાં સાતથી આઠ કલાકની વચ્ચે બ્લાસ્ટ કરી શકે છે. ચૂંટણીને ધ્યાને રાખતા સુરક્ષાબળોની મુવમેન્ટ શ્રીનગરની છે જેથી આઇજી કશ્મીર દ્વારા આ નિર્દેશ આપવામાં આવેલ છે કે સવારનાં 9 કલાકથી કોન્વોયની મુવમેન્ટ નહીં થાય. ઇનપુટ બાદ આઇજી તરફથી નિર્દેશ આપવામાં આવેલ છે કે જ્યાં સુધી સંબંધિત એસએચઓ દ્વારા ક્લિયરેંસ નથી આપવામાં આવતી ત્યાં સુધી કોઇ પણ પ્રકારની મુવમેન્ટ નહીં થાય.
રવિવાર થતાં પહેલાં હાઇવે પર પહેલાં બે દિવસનાં પ્રતિબંધનાં નિર્ણયને સખ્તીથી લાગુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનીએ તો શ્રીનગરનાં ભાગલાં અને ટટ્ટુ ગ્રાઉન્ડ સૌથી સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં આ ઘટનાને અંજામ આપવાની વધારે આશંકા છે.
બે મહીનામાં બે વાર કોન્વોયને કરાયો હતો ટાર્ગેટઃ
બે મહીનાની અંદર હાઇવે પર બે વાર સુરક્ષાદળોનાં કોન્વોયને આતંકીઓએ ટાર્ગેટ કરેલ છે. પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં રોજ સીઆરપીએફનાં કોન્વોયને કારથી નિશાન બનાવવામાં આવ્યાં હતાં કે જેમાં 40 જવાનો શહીદ થયાં હતાં. ત્યાર બાદ બનિહાલ પાસે સીઆરપીએફનાં કોન્વોયને પણ કારથી ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે આમાં કોઇ પણ પ્રકારનું નુકસાન નથી થયું.
લોકસભાની ચૂંટણીનો દેશમાં રંગ જામ્યો છે. જ્યારે ગુજરાતમાં પણ ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ગઇકાલે કુંવરજી બાવળીયાનો ધાક-ધમકી વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...