બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Recruitment of 650 Assistant Managers in IDBI Bank, fill up the form like this

નોકરી / જોબની ગોલ્ડન તક : આ બૅન્ક જાતે જ કોર્સ કરાવી આપશે Assistant Managerની નોકરી

Last Updated: 05:28 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખનારા યુવા ગ્રેજ્ચુએટ વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. IDBI Bankમાં 650 Assistant Managersની ભરતી થવાની છે.

  • યુવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખુશખબર
  • IDBI Bankમાં 650 Assistant Managersની ભરતી
  • કોર્સ દરમ્યાન ઉમેદવારોને અપાશે સ્ટાઈપેન્ડ અને પછી પગાર

બેંક લેશે ઓનલાઈન પરીક્ષા
Assistant Managersની પસંદગી પ્રક્રિયા હેઠળ બેંક ઓનલાઈન પરીક્ષા લેશે અને પસંદગી પામેલા ઉમેદવારોને IDBI Bank PGDBF 2021-22માં પ્રવેશ અપાશે. આ ડિપ્લોમા કોર્સ માટે IDBI Bankએ Manipal Global Education Services Private Limited અને Nitte Education International Private Limitedની સાથે MoU સાઈન કર્યા છે, જે હેઠળ પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 1 વર્ષનો Post Graduate Diploma in Banking and Finance (PGDBF) કરાવવામાં આવશે. જે ઉમેદવારો સફળતાપૂર્વક ડિપ્લોમા પૂર્ણ કરશે તેવા ઉમેદવારોને બેંક તરફથી તેમને IDBI બેંકમાં Assistant Managerના પદ પર ભરતી કરવામાં આવશે.

ઉમેદવારોએ જાતે ભરવી પડશે ફી
IDBI Bank PGDBFની મર્યાદા 12 મહિનાની છે. આ 12 મહિનામાંથી 9 મહિના ક્લાસ રૂમ સ્ટડી માટે હશે અને બાકીના ત્રણ મહિના IDBI બેંકની અલગ-અલગ બ્રાન્ચમાં ઉમેદવારોને ઈન્ટર્નશિપ માટે મોકલવામાં આવશે. આ કોર્સની ફી સાડા ત્રણ લાખ રૂપિયા છે, જે વિદ્યાર્થીઓ નક્કી કરેલા સમયમાં ચૂકવી શકશે. આ સિવાય વિદ્યાર્થીઓના કોર્સની સમય મર્યાદા દરમ્યાન થતાં અલગ-અલગ Certification examsની ફી પણ જાતે ભરવી પડશે. વિદ્યાર્થીઓને કોર્સ માટે IDBI બેંક દ્વારા આ કોર્સ માટે education loan scheme હેઠળ લોન આપવાની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.

ઈન્ટર્નશિપ દરમ્યાન મળશે સ્ટાઈપેન્ડ અને પછી પગાર
IDBI Bankમાં Assistant Manager પદ પર ભરતી માટે કરાવવામાં આવી રહેલા આ એક વર્ષના Post Graduate Diploma in Banking and Finance દરમ્યાન ઉમેદવારોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ટ્રેનિંગ પહેલા 9 મહિના દરમ્યાન ઉમેદવારોને 2500 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે અને છેલ્લાં ત્રણ મહિના જ્યારે ઉમેદવારો બેંકની બ્રાન્ચમાં ઈન્ટર્નશિપ કરશે. એવા સમયે તેમને 10 હજાર પ્રતિ મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

ઉમેદવારોને મહિને રૂ. 36,000 વેતન ચૂકવાશે
સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બેંક ઉમેદવારોને Assistant Manager in Grade Aના પદ પર ભરતી કરાવશે. આ દરમ્યાન ઉમેદવારોને મહિને 36,000 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. આસિસ્ટન્ટ મેનેજર પદ પર ભરતી બાદ ઉમેદવારો 1 વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે. બેંક દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને ત્રણ વર્ષની સમય મર્યાદાનો સર્વિસ બોન્ડ ભરાવવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Assistant Managers Bank Jobs IDBI Bank આઈડીબીઆઈ બેન્ક બેન્ક જોબ Recruitment
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ