બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 11:48 AM, 20 April 2022
ADVERTISEMENT
કોરોનાથી અર્થવ્યવસ્થામાં થઈ રહેલા સુધારાની અસર હવે ભરતી પ્રક્રિયાઓ પર દેખાઈ રહી છે. માર્ચ મહિનામાં એક વર્ષની પહેલાની સરખામણીએ નોકરીઓની ભરતીમાં છ ટકાનો ઉછાળો આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કે, ભરતીની હિસાબે તે પાંચમા નંબર પર રહ્યું છે.
અલગ અલગ ક્ષેત્રમાંથી એકઠા કરેલા રિપોર્ટ અનુસાર અલગ અલગ કંપનીઓમાં ભરતી ઝડપથી થઈ રહી છે અને તેના કારણે સારી એવી વૃદ્ધિ જોવા મળી રહી છે. માન્સ્ટર એમ્પ્લોઈમેંટ ઈંડેક્સે 13 શહેરોમાં એક સર્વે કર્યો હતો અને તેમાં જાણ્યું છે. તેનાથી ઓનલાઈન ભરતી પ્રક્રિયા ટ્રેક કરી અને એક વર્ષની અંદર આ સ્તરની સરખામણીએ જાણવા મળ્યું છે કે, છ ટકાનો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
13 શહેરોમાં બે આંકડાના દરથી વધારો થયો
આ 13 શહેરોમાં વાર્ષિક આધાર પર નોકરી આપવાના દરમાં બે અંકોનો વધારો નોંધાયો છે. કંપનીઓમાં થનારી ભરતી મામલામાં 21 ટકાની સાથે મુંબઈ પ્રથમ સ્થાને રહ્યું છે. તેનો અર્થ સૌથી વધારે રોજગાર અહીં મળ્યા છે. 20 ટકા સાથે બીજા નંબર પર કોયંમ્બતતૂર, ચેન્નાઈ અને હૈદરાબાદ ત્રીજા નંબર પર રહ્યું છે. તેમાંથી 16-16 ટકાનો વધારો જોવા મળ્યો છે. કલકત્તા-દિલ્હી-એનસીઆરમાં 13-13 ટકાનો વધારો થયો છે.
ઉત્પાદન ક્ષેત્રમાં 16 ટકાનો વધારો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પુણેમાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચ 2022ના આંકડા અનુસાર ભરતીની વધારે માગ બેંકીંગ, નાણાકીય સેવાઓ અને વીમા કંપનીઓમાં જોવા મળી છે. તેમાંથી ભરતીનો દર સૌથી વધારે 37 ટકા રહ્યો છે. દૂરસંચાર ક્ષેત્રમાં 17 ટકાનો સુધારો આવ્યો છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્રમાં 16 ટકાના દરથી ભરતી થઈ છે.
કેવીઆઈસીએ કર્યું 8.25 લાખ રોજગારનું નિર્માણ
ખાદી અને ગ્રામઉદ્યોગે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેંટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત 2021-22 દરમિયાન 8.5 લાખ રોજગારનું નિર્માણ કર્યું છે અને એક લાખ યુનિટની સ્થાપના કરી છે. એક વર્ષ પહેલાની તુલનામાં તેમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ યોજના લોન્ચ થયા બાદ પહેલી વાર છે, જ્યારે કેવીઆઈસીએ કોઈ નાણાકીય વર્ષમાં એક લાખથી વધારે યુનિટની સ્થાપના કરી હોય. તેને 2008માં શરૂ કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.