રેલ્વેમાં નોકરી કરવા માંગતા લોકો માટે એક સારો ચાન્સ આવ્યો છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેએ એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો RRC સાઉથ ઈસ્ટર્ન રેલવેની ઑફિશિયલ વેબસાઈટ rrcser.co.in અને iroams.com/RRCSER24 પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં કુલ 1785 એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવામાં આવશે. તેના માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ 28મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર 2024 છે.
- કઈ યોગ્યતા જોઈશે?
જે ઉમેદવારો અહીંયા અરજી કરવા માગે છે તેઓ માન્ય બોર્ડમાંથી મેટ્રિક (10+2 પરીક્ષા સિસ્ટમ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવા જોઈએ અને તેમની પાસે જે ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરવાની હોય તેનું ITIનું NCVT/SCVT પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
- વય મર્યાદા કેટલી જોઈએ?
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 સુધીમાં 15 વર્ષ થવી જોઈએ અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમરની ગણતરી મેટ્રિક પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી ઉંમરના આધારે કરાશે.
- પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?
આ ભરતીમાં પસંદગી તમામ ઉમેદવારોના મેરિટ લિસ્ટ મુજબ કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ ITIના ટ્રેડ આધારિત બનાવવામાં આવશે. દરેક ટ્રેડમાં મેરિટ લિસ્ટ મેટ્રિકમાં મેળવેલ ઓછામાં ઓછા 50 ટકાના આધારે તૈયાર કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા તમામ વિષયોમાં મેળવેલા ગુણની ગણતરી કરવામાં આવશે, નહીં કે કોઈ ચોક્કસ વિષય આધારે.
- અરજી ફી કેટલી?
આ ભરતીમાં માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અથવા ઇ-વોલેટનો ઉપયોગ કરીને ફી ચૂકવી શકાશે. જેમાં SC/ST/PWD/મહિલા ઉમેદવારોને આ અરજી ફીમાં રાહત આપવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સાઉથ ઈસ્ટર્ન રેલવેની અધિકૃત વેબસાઈટ rrcser.co.in પર જઈ શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ