આતંકવાદીઓના હાથિયારમાં 'આધુનિક સીડી' મળી, સડસડાટ બોર્ડર પાર કરાવે છે, જુઓ Video...

By : hiren joshi 03:29 PM, 25 May 2018 | Updated : 03:29 PM, 25 May 2018
નવી દિલ્હીઃ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ ઘૂષણખોરી કરવા માટે કઇ હદે જઇ શકે છે તેનો ભારતીય સેનાને એક પુરાવો મળ્યો છે. જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાંથી એક સીડી મળી આવી છે. જેનો ઉપયોગ મોટો ભાગે પર્વતારોહી કરતા હોય છે. પરંતુ આતંકીઓના સામાનમાંથી મળેલી સીડીએ સેનાની ચિંતા વધારી દિધી છે.

આતંક ફેલાવવા માટે સીમાપારથી કેટલીક હદે પ્રયાસ થઇ રહ્યા છે તેનો આ સીડી પુરાવો છે. સેનાને આ સીડી સીમા પરથી આતંકીઓ પાસેથી મળી આવી છે. સેનાને બાતમી મળી હતી કે સીમાપારથી કેટલાક આતંકીઓ કેરન સેક્ટરમાં ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. બાતમી મળતા જ જવાનો શંકાસ્પદ સ્થળે પહોંચ્યા તો ખરા.પરંતુ તે પહેલા જ આતંકીઓ ફરાર થઇ ગયા. જો કે સેનાના ડરથી જીવ લઇને ભાગેલા આતંકીઓ પોતાનો સામાન અધવચ્ચે જ છોડી ગયા. આતંકીઓના સામાનમાં હથિયારો સાથે આ સીડી પણ મળી આવી. જેનો ઉપયોગ પહાડ પર ચઢવા માટે આતંકીઓ કરી રહ્યા છે. એટલે હથિયારો સાથે આવો અદ્યતન સામાન જોતા સેનાની ચિંતા વધી ગઇ છે.

`આતંકની સીડી'ની ખાસીયત
આતંકીઓ પાસેથી મળેલી સીડી એલ્યુમિનિયમથી બનેલી છે. આ સીડી આસાનીથી ફોલ્ડ થઇ શકે છે. સાથે જ વજનમાં હલકી અને મજબુત હોય છે. નાની અમથી લાગતી આ સીડીને ખોલવામાં આવે તો તેની લંબાઇ 15થી 20 ફુટ સુધીની થઇ જતી હોય છે. આટલું જ નહીં આ સીડીની વજન ઉપાડવાની ક્ષમતા 120થી 150 કિલો સુધીની છે. એટલે પહાડો પર ચઢવા માટે આ સીડી ખુબ ઉપયોગી નિવડી શકે છે.

ઇન્ટરનેટના માધ્યમથી આ સીડી ઓનલાઇન માત્ર 10 હજાર રૂપિયાની આસપાસની કિંમતે મળી જાય છે. અને મોટાભાગે પર્વતારોહી આ સીડીનો ઉપયોગ કરતા હોય છે.

પહાડોને આસાનીથી પાર કરવા માટે આતંકીઓ આ સીડીનો ઉપયોગ
જ્યાંથી આ સીડી મળી આવી છે તે કેરન સેક્ટર એલઓસીથી એકદમ નજીક છે. ત્યાર બાદના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર એટલે કે પીઓકેમાં આતંકી કેમ્પ તેમજ આતંકીઓના લોન્ચિંગ પેડ આવેલા છે. આ લોન્ચિંગ પેડથી જ આતંકીઓ ભારતનું ઘુષણખોરી કરે છે. પરંતુ આ વિસ્તારમાં પહાડો આતંકીઓ માટે અવરોધ રૂપ બનતા હોવાથી હવે પહાડોને આસાનીથી પાર કરવા માટે આતંકીઓ આ સીડીનો ઉપયોગ કરી રહ્યા છે.

આવી હાઇટેક સીડી પ્રથમ વખત મળી આવી
ચિંતાની વાત એ છે કે અત્યાર સુધીમાં આતંકીઓ પાસેથી એકે-47 સહિતની રાયફલ, હેન્ડ ગ્રેનેડ તેમજ જીપીએસ સહિતનો સામાન મળી આવતો હતો. પરંતુ આવી હાઇટેક સીડી પ્રથમ વખત મળી આવી છે. ભારતીય ગૃહ મંત્રાલયે રમઝાનમાં સેનાની બંદૂકોને ભલે શાંત રાખવાનો આદેશ આપ્યો હોય. પરંતુ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓને રમઝાનની કોઇ જ શરમ નડતી નથી. અને હાલમાં પણ પાકિસ્તાનના આતંકીઓ સીમા પાર કરવાના નવા નવા વિકલ્પો શોધી રહ્યા છે.Recent Story

Popular Story