બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Record hanging on four convicts together, know what

નિર્ભયા કેસ / ચાર દોષિતોને એકસાથે ફાંસીએ લટકાવનાર પવન જલ્લાદે સર્જ્યો રેકોર્ડ, જાણો શું

Intern

Last Updated: 04:54 PM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્ભયા કેસના ચાર દોષિતોને ફાંસીએ લટકાવીને મેરઠના પવન જલ્લાદે પોતાના દાદા કાલુરામનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કાલુરામે એક સાથે બે દોષિતોને ફાંસી આપી હતી, જ્યારે પવને એક સાથે ચાર દોષિતોને ફાંસીએ લટકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેરઠના રહેવાસી પવનનો પરિવાર ચાર પેઢીથી ફાંસી આપવાનું કામ કરે છે. પવનના પરદાદા લક્ષ્મણરામ અંગ્રેજ સરકારના સમયમાં પરિવારના પહેલા જલ્લાદ બન્યા હતા.

  • જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ 
  • પવનના પરદાદા અંગ્રેજ સરકારના સમયમાં જલ્લાદ બન્યા હતા
  • ફાંસી આ૫વાની કળા તે પોતાના દાદા પાસેથી શીખ્યો છે: પવન

ત્યારબાદ લક્ષ્મણ રામના દીકરા અને પવનના દાદા કાલુરામે આ જવાબદારી સંભાળી હતી. દિલ્હીની જિસસ મેરી કોલેજની વિદ્યાર્થીની ગીતા ચોપરા અને તેના ભાઈ સંજય ચોપરાની હત્યા કરનારા કુખ્યાત અપરાધી રંગા અને બિલ્લાને કાલુરામે ફાંસીએ લટકાવ્યા હતા.

બે લોકોને એક સાથે ફાંસી આપવામાં આવી હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યારબાદ કાલુરામે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કાવતરું રચનારા કેહર સિંહને પણ ફાંસીએ લટકાવ્યા હતા. 

કાલુરામે બાદમાં આ કામ દીકરા મમ્મુસિંહને સોંપી હતી. મમ્મુએ છેલ્લે વર્ષ 1997માં જબલપુરના કાંતાપ્રસાદ તિવારીને ફાંસી આપી હતી. ત્યારબાદ તેમનું મોત થયું હતું. મમ્મુના મોત પહેલા જ દાદા કાલુરામે પોતાના પૌત્ર પવનને જલ્લાદ બનવા માટેની તાલીમ આપી હતી.

પવને જણાવ્યું હતું કે, ફાંસી આ૫વાની કળા તે પોતાના દાદા પાસેથી શીખ્યો છે. દાદા સાથે તે પહેલીવાર આગ્રા જેલમાં ગયો હતો. તે સમયે એટલે કે 1998માં કાલુરામે દુષ્કર્મના દોષી જુમ્મનને ફાંસીએ લટકાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Hanging Nirbhaya Convicts nirbhaya case record જલ્લાદ દોષિતો નિર્ભયા કેસ ફાંસી રેકોર્ડ Nirbhaya Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ