બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિદેશીઓને કેમ ગમી ગયું ભારતનું એજ્યુકેશન? આ વર્ષે થયા રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન, જાણો કારણ

નેશનલ / વિદેશીઓને કેમ ગમી ગયું ભારતનું એજ્યુકેશન? આ વર્ષે થયા રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન, જાણો કારણ

Last Updated: 02:10 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં ભારત હવે એક એજ્યુકેશન હબ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. ભારતમાં દર વર્ષે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચલો જાણીએ કે કેમ ભારત છે વિદેશી વિદ્યાર્થીઓની પહેલી પસંદ?

ભારતમાં એક થી એક સારી કોલેજો છે છતાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય યુવાનો અભ્યાસ માટે વિદેશ જાય છે. ખાસ કરીને અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓ 29 % છે. તો બીજી તરફ, વિદેશી વિદ્યાર્થીઓ ભારતીય શિક્ષણ પ્રણાલીનો ભાગ બનવાને મહત્વ આપી રહ્યા છે.

અત્યાર સુધીમાં થયા આટલા રજીસ્ટ્રેશન

કોરોનાને કારણે ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી એકવાર તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 200 દેશોના 72,218 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સ્ટડી ઇન ઇન્ડિયા (SII) પોર્ટલ પર નોંધણી કરાવી છે, જે દર્શાવે છે કે વિદેશી વિદ્યાર્થીઓ ભારતીમાં શિક્ષણ મેળવવા માટે કેટલા ઉત્સાહિત છે.

કોરોના પછી ઘટી હતી સંખ્યા

ભારતમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 2011-12માં માત્ર 16,410 હતી, જે 2014-15માં વધીને 34,774 થઈ . 2016-17માં આ આંકડો 47,575 પર પહોંચ્યો હતો. 2019-20માં, 49,348 વિદેશી વિદ્યાર્થીઓએ ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં વિશ્વાસ રાખીને ભારત આવ્યા પરંતુ કોરોનાએ આ વધતી સંખ્યાને અસર કરી અને તે 2014-15ના વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી.

SII એ કામ સરળ બનાવ્યું

આ પછી ભારત સરકારે ભારત આવવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓની મદદ માટે ઘણા પગલાં લીધાં. 2023 માં શરૂ કરાયેલ સ્ટડી ઇન ઇન્ડિયા (SII) પોર્ટલ પણ આનો એક ભાગ છે. આ પોર્ટલ વિદેશી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અને વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવે છે. આ પોર્ટલમાં 310 પબ્લિક યુનિવર્સિટીઓ સહિત 638 સંસ્થાઓના 8000 થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ સાથે, અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇ-સ્ટુડન્ટ વિઝાની સુવિધા પણ આપવામાં આવી છે.

વધુ વાંચો: હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે 2 લાખ સુધીની લોન, ખેડૂતોને લઇ RBIનું મોટું એલાન

આ છે સરકારનો પ્રયાસ

કેન્દ્ર સરકાર ભારતને વિશ્વ સામે એજ્યુકેશન હબ તરીકે રજૂ કરી રહી છે. આપણી સંસ્થાઓ વિદેશમાં પોતાની હાજરીનો અનુભવ કરાવે છે અને વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં આમંત્રિત કરવામાં આવે છે. IIT મદ્રાસે 2023 માં ઝાંઝીબાર, તાંઝાનિયામાં એક કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, જ્યારે IIT દિલ્હીએ 2024 માં અબુ ધાબીમાં તેનું કેમ્પસ શરૂ કર્યું. UGC રેગ્યુલેશન્સ 2023 અનુસાર બ્રિટનની સાઉથમપ્ટ્ન યુનિવર્સિટી ભારતમાં તેનું કેમ્પસ ખોલવા જઈ રહી છે. આવું કરનારી આ પ્રથમ વિદેશી યુનિવર્સિટી છે. તો ભારતની 49 યુનિવર્સિટીઓએ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SII Foreign Students Indian University
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ