મહામંથન / કોરોનાનો કપરોકાળઃ પોઝિટિવ કેસની રેકોર્ડબ્રેક રફ્તાર, આંકડા કોણ છુપાવવા માગે છે?

કોરોના - કોવિડ 19 મહામારીનો આ કપરોકાળ ચાલી રહ્યો છે. ખાસ કરીને જૂન મહિના બાદથી અત્યાર સુધી રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે. વધતા કેસ અને વધતી રફ્તાને લઇને લોકોમાં ચર્ચા એવી છે કે ટેસ્ટને લઇને હજુ પણ સરકાર કે સ્થાનિક તંત્ર જોઇએ તેટલું ગંભીર નથી. અમદાવાદના કોટ વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર ઓછા ટેસ્ટ કરવાનો આક્ષેપ કર્યો છે. તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આ વિવાદનું મૂળ કોંગ્રેસ જ હોવાનો પ્રતિઆક્ષેપ કર્યો છે. ટેસ્ટ અને કેસને લઇને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ કહીં ચુક્યુ છે કે અમદાવાદની સ્થિતિ દેખાય છે તેટલી સરળ નથી.જોખમ વધ્યું છે. ત્યારે આ જે મહામંથનમાં કોરોનાના આંકડાને લઇને જ ચર્ચા કરવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ