બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:02 PM, 20 September 2024
સવારના 11 વાગ્યે સેન્સેક્સ 900 અંકની ભવ્ય વૃદ્ધિ સાથે 84159ના માર્કને પાર કરી ગયો. આ પહેલી વાર છે કે સેન્સેક્સ 84,000ના આંકને પાર કર્યો છે. આ જ રીતે, નિફ્ટીએ 25,663.45 અંકના ઊંચા સ્તરને સ્પર્શ્યા બાદ 11 વાગ્યે લગભગ 225 અંકની વૃદ્ધિ સાથે 25,645 અંક પર વેપાર કર્યો હતો.
ADVERTISEMENT
રોકાણકારોને મળ્યો 4 લાખ કરોડનો નફો
બજારની તેજીથી રોકાણકારોને પણ ભારે નફો થયો છે. ગઈકાલે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,65,47,277 કરોડ રૂપિયું હતું, જેમાં આજે 4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે અને હવે તે વધીને 4,69,33,988 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ADVERTISEMENT
ગઈકાલે પણ બનાવ્યો હતો રેકોર્ડ હાઈ
ગઈકાલે ગુરુવારે પણ સ્થાનિક બજારે નવા હાઈ લેવલનો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના વેપારમાં સેન્સેક્સ 83,773.61 અંક અને નિફ્ટી 25,611.95 અંકના નવા સર્વોચ્ચ સ્તરને ટચ કર્યા હતા. ત્યારબાદ, નફા વસુલી થવાથી બજાર થોડું નીચે આવી ગયું હતું. દિવસના અંતે, સેન્સેક્સ 236.57 અંકના વદ્ધિ સાથે 83,184.80 અંક પર અને નિફ્ટી50 38.25 અંકના વધારા સાથે 25,415.95 અંક પર બંધ થયો હતો.
આ શેરોમાં તેજી
જે શેરોમાં તેજી જોવા મળી હતી , તેની વાત કરીએ તો કોચિન શિપયાર્ડના શેરો 10 ટકા વધીને 1841 રૂપિયે પહોંચ્યા. IIFL ફાઇનાન્સના શેર 10 ટકા વધીને 541 રૂપિયે પહોંચ્યા. રાઈટ્સના શેર 8 ટકા, BSEના શેર 9 ટકા, મઝગાંવ ડોકના શેર 7 ટકા, કેક્રોટેક ડેવલોપર્સમાં 5 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 4 ટકા, ઝોમેટોમાં 4 ટકા અને JSW સ્ટીલના શેરોમાં 3.75 ટકાની તેજી જોવા મળી.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 8મા પગારપંચ પર મોટું અપડેટ, જલ્દી મળશે ખુશખબર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.