બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Tech & Auto / ટેક અને ઓટો / લોંચ પહેલાજ રેકોર્ડતોડ બુકિંગ, 27 લાખ લોકોએ ઓર્ડર કર્યો આ સ્માર્ટફોન
Last Updated: 08:26 PM, 9 September 2024
ચાઇનીઝ ટેક કંપની Huawei વિશ્વનો પ્રથમ ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે અને લોન્ચ પહેલા જ તેની પ્રીબુકિંગ શરૂ થઈ ગઈ છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખબર પડી છે કે આ ફોનના 27 લાખથી વધુ યુનિટ્સની પ્રી-બુકિંગ લોન્ચ પહેલા જ થઈ ગઈ છે. આ ડિવાઈસ માટે પ્રી-ઓર્ડર 7 સપ્ટેમ્બરથી શરૂ થયા છે અને આઈફોન 16ના લોન્ચના એક દિવસ પછી, 10 સપ્ટેમ્બરે Huawei Mate XT ડિવાઇસ લોન્ચ થશે.
ADVERTISEMENT
નવતર ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે
Huaweiનો નવી Mate XT ડિવાઈસ ખાસ નવતર ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં બે હિંજ ધરાવતી સિસ્ટમ આપવામાં આવશે અને વાળી શકાય તેવી ડિસ્પ્લે ત્રણ ભાગોમાં વળશે. લીક્સ અનુસાર, આ ડિવાઈસનું સત્તાવાર વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. 10 ઇંચ સ્ક્રીન સાઈઝવાળા ફોનને કંપની 10 સપ્ટેમ્બરે તેની હોમ-કન્ટ્રીમાં, Appleના લોન્ચ ઇવેન્ટના બીજા દિવસે રજૂ કરવાનું વિચારી રહી છે.
ADVERTISEMENT
ચીનના સ્માર્ટફોન માર્કેટમાં ચોથું સૌથી મોટું માર્કેટ શેર
ચીનમાં Apple કરતાં વધુ દબદબો: માર્કેટ રિસર્ચ ફર્મ Canalysના રિપોર્ટ અનુસાર, Huawei પાસે ચીનના સ્માર્ટફોન માર્કેટમાં ચોથું સૌથી મોટું માર્કેટ શેર છે. આ વર્ષના બીજા ત્રિમાસિકમાં, કંપનીએ 1.06 કરોડથી વધુ ડિવાઇસ વેચ્યા છે અને તેના સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. બીજી બાજુ, Apple ચીનના ટોપ-5 સ્માર્ટફોન વેન્ડર્સની યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી.
સેમસંગના ફોલ્ડેબલ લાઇનઅપ સાથે ટક્કર
Huaweiનું નવું ડિવાઇસ ફોલ્ડેબલ ડિવાઇસેસમાં નવા ઇનોવેશન લાવશે. તેની ટક્કર સેમસંગના ફોલ્ડેબલ લાઇનઅપ સાથે થશે, જે હાલના સમયે સૌથી એડવાન્સ્ડ ફોલ્ડેબલ ફોન છે. જો કે, Apple તરફથી અત્યાર સુધી કોઈ ફોલ્ડેબલ iPhone મોડેલ લોન્ચ કરવામાં નથી આવ્યો. લીક્સ મુજબ, Apple પણ ફોલ્ડેબલ iPhone પર કામ કરી રહ્યું છે, પરંતુ હાલમાં તે માર્કેટમાં નહીં આવે, અને યુઝર્સને આ માટે વધુ સમય રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ વિશ્વમાં કયા દેશની છોકરીઓ સૌથી વધુ સુંદર? રેન્કિંગ જાહેર, આ દેશનો દબદબો યથાવત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.