બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Record break vaccination in India decline in the number of active cases

કોરોના / કોરોના પર ડબલ અટેક: ભારતમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન, એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો

Arohi

Last Updated: 11:43 AM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો દેશમાં કોરોનાની સ્થિતિ અને રેકોર્ડ બ્રેક વેક્સિનેશન વિશે

  • દેશભરમાં ઝડપથી થઈ રહ્યું વેક્સિનેશન
  • કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટતી જઈ રહી છે
  • સાપ્તાહિક સંક્રમણ દર પણ સતત 5 ટકાથી નીચે

દેશભરમાં વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે સાથે સાથે કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટતી જઈ રહી છે. પાછલા 24 કલાકની અંદર કોરોના વાયરસના કુલ 54 હજાર 69 નવા કેસ નોંધાયા છે. આ સમયે કોરોનાના કુલ 68 હજાર 885 દર્દીઓ સાજા થયા છે. આ બાદ દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6 લાખ 27 હજાર જ રહ્યા છે. 

સાપ્તાહિક સંક્રમણ દર પણ સતત 5 ટકાથી નીચે
સતત 42 દિવસથી દેશમાં કોરોનાના નવા કેસની તુલનામાં તેનાથી સાજા થવાની સંખ્યા વધારે છે. દેશમાં હવે કોરોનાથી સાજા થવાનો દર વધીને 96.61 ટકા પર પહોંચ્યો છે. ત્યાં જ સાપ્તાહિક સંક્રમણ દર પણ સતત 5 ટકાથી નીચે છે. હાલના સમયમાં તે 3.04 ટકા પર છે. ત્યાં જ ગયા એક દિવસમાં સંક્રમણ દર 2.91 ટકા જ રહ્યો છે. સતત 17માં દિવસે પણ દૈનિક સંક્રમણ દર 5 ટકાની નીચે છે.

સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડ બ્રેક વેક્સિનેશન 
દેશભરમાં પાછલા 3 દિવસથી સતત રેકોર્ડ બ્રેક વેક્સિનેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે જ્યાં 86 લાખથી પણ વધારે લોકોને વેક્સિન આપવામાં આવી તો ત્યાં જ બીજા દિવસે આ આંકડો 54 લાખને પાર પહોંચ્યો હતો અને બુધવારે સૌથી વધારે 64.89 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં કુલ 30.16 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. 

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર ભારતમાં 23 જૂન સુધી કોરોનાના કુલ 39 કરોડ 78 લાખ 32 હજાર 667 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 18 લાખ 59 હજાર 469 સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus India corona vaccine કોરોના કોરોના વાયરસ કોરોના વેક્સિનેશન corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ