હવામાનમાં પલટો / ઉત્તરભારતમાં ડિસેમ્બરમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ, પાકને મોટું નુકસાન અને 6 લોકોના મોત

Record Break Cold In December Six Dead In Uttar Bharat

ઉત્તરભારતમાં ભારે હિમવર્ષાની શરૂઆત થઈ છે. હિમાચલના પહાડી વિસ્તારો સહિત શિમલા, લહુલ અને સ્પીટીમાં પણ હિમવર્ષાની અસર જોવા મળી છે. જમ્મૂ કાશ્મીરના ડુંડામાં પણ ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને સાથે જ ખેતરના પાકને પણ નુકસાન થયું છે. શુક્રવારે હિમવર્ષાના કારણે શીતલહેરની શરૂઆત થઈ હતી. દહેરાદૂન અને હરિદ્વારમાં શાળા- કોલેજો બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 7 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાનની સાથે યૂપીમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ