બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સ્ટ્રોકના આ નાના પણ ઘાતક લક્ષણોને પહેલાથી જ ઓળખી લેજો, ગંભીર સ્થિતિની નહીં આવે નોબત

World Brain Day / સ્ટ્રોકના આ નાના પણ ઘાતક લક્ષણોને પહેલાથી જ ઓળખી લેજો, ગંભીર સ્થિતિની નહીં આવે નોબત

Last Updated: 04:54 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ બ્રેઇન ડેની ઉજવણીનો હેતુ લોકોને મગજના સ્વાસ્થ્ય વિશે તેમજ મગજ સંબંધિત રોગો વિશે જાગૃત કરવાનો છે જે ખૂબ જ ખતરનાક હોય છે. આમાંથી એક સ્ટ્રોક છે.

વર્લ્ડ બ્રેઇન ડેની ઉજવણીનો હેતુ લોકોને મગજના સ્વાસ્થ્ય વિશે તેમજ મગજ સંબંધિત રોગો વિશે જાગૃત કરવાનો છે જે ખૂબ જ ખતરનાક હોય છે. આમાંથી એક સ્ટ્રોક છે. સ્ટ્રોકના લક્ષણોને ઓળખી સ્થિતિને ગંભીર સ્થિતિ સુધી પહોંચતા ઘણી હદ સુધી રોકી શકાય છે.

વિશ્વ મગજ દિવસ દર વર્ષે 22 જુલાઈના ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં ઉજવવામાં આવતા આ દિવસનો હેતુ મગજના સ્વાસ્થ્ય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ વધારવાનો અને મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે મગજને લગતી એક ખતરનાક પરંતુ હળવાશથી લેવામાં આવતી બીમારી - સ્ટ્રોક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિશ્વમાં મૃત્યુ અને અપંગતાના અગ્રણી કારણોમાંનું એક છે. તેથી, સ્ટ્રોકના લક્ષણો અને તેમાંથી સાજા થયા પછી શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે જાણવું મહત્વપૂર્ણ છે.

સ્ટ્રોક શું છે?

સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજના અમુક ભાગોમાં રક્ત પરિભ્રમણ ઘટે છે અથવા બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં મગજની પેશીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. સ્ટ્રોક સામાન્ય રીતે ઇસ્કેમિક અથવા હેમરેજિક હોય છે. ઇસ્કેમિક સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય છે. હેમરેજિક સ્ટ્રોકમાં મગજની કેટલીક રક્તવાહિનીઓ ફાટી જાય છે, જેના કારણે મગજમાં લોહી નીકળવા લાગે છે.

brain.jpg

સ્ટ્રોકના જોખમોને ટાળવા માટે, તેના પ્રારંભિક લક્ષણોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટા ભાગના કિસ્સાઓમાં સ્ટ્રોક થાય તે પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોને તરત જ ઓળખવાથી ઘણી હદ સુધી જીવન બચાવવું શક્ય છે.

સ્ટ્રોકના લક્ષણોને સમજવા માટે ફાસ્ટ યાદ રાખો

ચહેરાનું ઉતરતુ નુર

સ્ટ્રોકને કારણે સામાન્ય રીતે ચહેરાની એક બાજુ ઢીલી અથવા સુન્ન થઈ જાય છે. જ્યારે વ્યક્તિ સ્મિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ચહેરાના આ વિકારની ઓળખ થાય છે.

brain-stroke_0_1 (1)

હાથની નબળાઇ

કાંડા નબળા અથવા સુન્ન થઈ શકે છે. સ્ટ્રોકના આ લક્ષણ ત્યારે સ્પષ્ટ થાય છે જ્યારે વ્યક્તિ બંને હાથ ઉંચા કરવાનો પ્રયાસ કરે છે.

બોલવામાં મુશ્કેલી

બોલવા પર ભાષા અસ્પષ્ટ અને અજીબ મહેસુસ થાય છે. આ સમસ્યાની પુષ્ટિ કરવા માટે, વ્યક્તિને એક સરળ વાક્યનું પુનરાવર્તન કરવા કહો.

ઈમરજન્સી સેવાઓની મદદ લેવાનો સમય

આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો તબીબી સહાય લેવી

સામાન્ય રીતે સ્ટ્રોકના આ લક્ષણો છે, કેટલીકવાર સ્ટ્રોક પહેલા, અચાનક મૂંઝવણ, એક અથવા બંને આંખોમાં જોવામાં મુશ્કેલી, ચાલવામાં તકલીફ, ચક્કર અથવા તીવ્ર માથાનો દુખાવો પણ અનુભવાય છે. તમને સ્ટ્રોકની સહેજ પણ શક્યતા લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તાત્કાલિક કટોકટીની સેવાઓને કૉલ કરો અને તમારી સ્થિતિની જાણ કરો. દર્દીને શાંત અને હળવા રહેવા કહો. તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેના જોખમોથી બચી શકાય છે.

brain-3.jpg

સ્ટ્રોક પછી સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું

સ્ટ્રોક પછી ફરીથી સ્વસ્થ જીવન જીવવું થોડું મુશ્કેલ છે અને તેમાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ પરિવાર અને મિત્રોના સમર્થનથી તે શક્ય છે. મોટાભાગના કિસ્સાઓમાં વિવિધ પ્રકારની આરોગ્ય સારવારની પણ જરૂર પડે છે.

શારીરિક ઉપચાર

શારીરિક ઉપચાર એ સ્ટ્રોકની સામાન્ય સારવાર છે.સંતુલન અને સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં સ્નાયુઓને મજબૂત કરવા માટે કસરત, શરીરમાં લચીલાપન લાવવાની કસરત અને સ્નાયુઓની જડતા અટકાવવા અન્ય ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ઓક્યુપેશનલ થેરાપી

સ્ટ્રોક પછી ઓક્યુપેશનલ થેરાપી વડે વ્યક્તિ કોઈની મદદ વગર ઘણી હદ સુધી પોતાનું કામ કરી શકે છે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ દર્દીઓને ડ્રેસિંગ, ખાવા અને સ્નાન જેવી પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે. તેમને આ કાર્ય કરવા માટે જરૂરી સાધનો અને તકનીકો આપવામાં આવે છે.

Website Ad 3 1200_628

સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપી

સ્પીચ અને લેંગ્વેજ થેરાપી સ્ટ્રોક પછી ખોવાયેલ સંવાદ અને ગળી જવાની ક્ષમતાઓને પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે. આ સારવારમાં સ્પષ્ટ ઉચ્ચારણ સુધારવા અને ફરીથી સામાન્ય રીતે વાતચીત કરવા માટે સ્પીચનો અભ્યાસ કરાવાય છે. તેમજ મેમરી, ફોકસ અને સમસ્યા હલ કરવાની કુશળતા વધારવા માટે જ્ઞાનાત્મક ઉપચાર આપવામાં આવે છે.

વધું વાંચોઃ પેશાબ કરતા સમયે જો થાય છે દુઃખાવો કે બળતરા, તો હોઈ શકે છે આ બે ગંભીર બીમારી

મનોવૈજ્ઞાનિક સપોર્ટ

સ્ટ્રોકની મનોવિજ્ઞાન પર ઊંડી અસર પડે છે. તેથી સ્ટ્રોક પછી દર્દીને માનસિક ટેકો આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાઉન્સેલિંગ અને સપોર્ટ ગ્રૂપમાં જોડાવાથી તમને ચિંતા, ડિપ્રેશન અને સ્ટ્રોકને કારણે ઊભી થતી અન્ય સમસ્યાઓથી બચવામાં મદદ મળી શકે છે.

જીવનશૈલીમાં બદલાવ

સ્વસ્થ જીવનશૈલીની મદદથી સ્ટ્રોકની શક્યતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તમારી દિનચર્યામાં કસરત અને સ્વસ્થ આહારનો સમાવેશ કરો. ધૂમ્રપાન ન કરો અને તણાવથી દૂર રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LIfestyle stroke symptoms World Brain Day 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ