વરસાદની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે કંઈક ગરમ અને ચટપટું ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. તો તમે ખાસ રીતે મકાઈનો રોટલો બનાવશો તો વધશે થાળીની મજા. જાણો સરળ રેસિપિ.
સૌપ્રથમ ઘઉં અને મકાઈના લોટને મિક્સ કરો. તેમાં આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરો. તલના દાણા અને એક ચમચી તેલ ઉમેરો. હવે દહીંમાં પરોઠાનો લોટ બાંધો. હવે તેના નાના-નાના લુવા કરી લો. આ લુવાને બરાબર ગોળ વણો, તેને લોઢી પર શેકો. શેલો ફ્રાય કરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવા. તૈયાર છે મકાઈ રોટલી, હવે આ ગરમ-ગરમ રોટી અથવા તો રોટલાને તમારા મનગમતા શાક સાથે સર્વ કરો.