બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / UPમાં બળવાખોર કેશવ આઉટ? લોકસભામાં નુકસાન અંગે ભૂપેન્દ્ર ચૌધરીએ PM મોદીને જણાવ્યા કારણ
Last Updated: 07:56 PM, 17 July 2024
યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તેમણે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણો વિશે માહિતી આપી હતી. આ પહેલા ચૌધરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપમાં સતત હલચલ જોવા મળી રહી છે. તેનું કારણ ઉત્તર પ્રદેશમાં પાર્ટીનું ખરાબ પ્રદર્શન છે. પાર્ટી હાઈકમાન્ડ આ અંગે સતત વિચાર-મંથન કરી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનના કારણો વિશે માહિતી આપી હતી.
ADVERTISEMENT
યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે કાર્યકરો અને વહીવટીતંત્રના અસંતોષને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે મતદાર યાદીમાંથી ભાજપના મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. વહીવટી તંત્રના વલણને કારણે કાર્યકર્તામાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કારણે તે નિષ્ક્રિય રહ્યો હતો
ઘણા અધિકારીઓએ વિપક્ષને મદદ કરી
ADVERTISEMENT
ચૌધરીએ કહ્યું કે ઘણી જગ્યાએ અધિકારીઓએ વિપક્ષની મદદ કરી, સમીક્ષા રિપોર્ટમાં આને લગતા મામલા સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીઓમાં ભરતીના અભાવે પાર્ટીને પણ નુકસાન થયું છે. પીએમ મોદીની સામે ભૂપેન્દ્ર ચૌધરીએ પણ યુપીમાં ખરાબ પ્રદર્શનની નૈતિક જવાબદારી લીધી.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ સરકારમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અંગે પણ તેમને ફીડબેક આપવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ યુપી સાથે જોડાયેલા અન્ય અગ્રણી નેતાઓ સાથે અલગ-અલગ બેઠક દ્વારા પ્રતિક્રિયા લેશે. આ શ્રેણીમાં ભૂપેન્દ્ર ચૌધરી બુધવારે દિલ્હી પહોંચ્યા હતા.
કેશવ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીના દિલ્હી આગમનને લઈને અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. વર્કિંગ કમિટીની બેઠકમાં મૌર્યએ સંગઠનને સરકાર કરતા પણ મોટું ગણાવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ચૂંટણીની હાર માટે વધુ પડતા આત્મવિશ્વાસને જવાબદાર ગણાવ્યો હતો.
ADVERTISEMENT
કાર્યકરોમાં ઉત્સાહ જગાવવાનું આયોજન
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ હવે ભાજપને પેટાચૂંટણીમાંથી પસાર થવું પડશે. રાજ્યમાં 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લખનૌથી દિલ્હી પહોંચેલા નેતાઓની પાર્ટી હાઈકમાન્ડ સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. તમામ બેઠકો પર કેવી રીતે સારું પ્રદર્શન કરી શકાય તેની રણનીતિ બનાવવામાં આવી છે.
વધું વાંચોઃ હરિયાણા સરકારની મોટી જાહેરાત, અગ્નિવીરોને પોલીસ અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં આટલા ટકા અનામત
સૂત્રોનું કહેવું છે કે ભાજપ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં 10માંથી 7 બેઠકો જીતવાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી સાથે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાર્ટીના કાર્યકરોમાં ફરીથી ઉત્સાહ કેવી રીતે ભરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
યુપીની રાજનિતી પર ગરમાવો
યુપીમાં બીજેપીને લોકસભામાં મળેલી પછડાટ અને ત્યારબાદ પક્ષમાં આંતરિક ખેચતાણ બહાર આવતા હાઇ કમાન્ડ પણ ચોકી ગયું છે. હાર પર મંથન ચાલી રહ્યુ છે. સુત્રોનું કહેવું છે કે યુપીને લઇ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે લાંબી બેઠક થઇ છે. આવા સમયે યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીનું પીએમ મોદીને મળવું પણ મહત્વનું છે. સુત્રોનું કહેવું છે કે મોદીને સરકાર અને કેશવ મૌર્ય વચ્ચે ચાલી રહેલા ખેચતાણથી વાકેફ કર્યા છે.
माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी से आज जनपद लखनऊ स्थित राजभवन में #UPCM @myogiadityanath ने शिष्टाचार भेंट की।
— CM Office, GoUP (@CMOfficeUP) July 17, 2024
मुख्यमंत्री जी ने उन्हें 'स्वातंत्र्यवीर' विनायक दामोदर सावरकर द्वारा लिखित पुस्तक 'छह स्वर्णिम पृष्ठ' भेंट की।@anandibenpatel pic.twitter.com/r1XggfCerm
બીજી તરફ યોગીની રાજ્યપાલ સાથે મુલાકાત
યુપીના રાજકારણ પર ગરમાવો ચાલી રહ્યો છે આવા સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી છે. અને રાજ્યપાલને પુસ્તકની ભેટ આપી છે. કેશવ મૌર્યના સતત બળવાખોર વલણ બાદ ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરમાવા સાથે નવા જુની થવાનું લાગી રહ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.