ભગવાન ગણેશને કેમ ચઢાવાય છે મોદકનો ભોગ, એની પાછળ છે આ કારણ

By : krupamehta 12:47 PM, 11 September 2018 | Updated : 12:47 PM, 11 September 2018
આ વર્ષે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરે ઊજવવામાં આવશે. તમે ભગવાન ગણેશની મૂર્તિ સામે મોદક રાખેલો જોયો હશે જે એમને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર ગણેશજીને મોદક ચઢાવવાથી એ જલ્દી પ્રસન્ન થાય છે. 

આમ તો એમને રસગુલ્લા, માલપુઆ, રસમલાઇ અને લાડુનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. પરંતુ મોદકની સરખામણીએ આ તમામ બેકાર છે. મોદકનો અર્થ આનંદ આપનાર માનવામાં આવે છે. મોદક જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે આ જ્ઞાનના દેવતા ગણેશજીનો અતિપ્રિય ભોગ છે. મોદક ચઢાવવા પાછળનું કારણ શું છે.

એક વખતની વાત છે જ્યારે ગણશ જી પરશુરામની સાથે યુદ્ધ કરી રહ્યા હતા અને ત્યારે એમનો એક દાંત તૂટી ગયો. ત્યારબાદથી એમને ખાવામાં કેટલીક સમસ્યા થવા લાગી. ત્યારે એમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યો હતો જેને સરળતાથી ખાઇ શકાતો હતો અને ખાધા બાદ એનો મીઠો સ્વાદ મનને આનંદિત કરી દેતો હતો. 

ભગવાન ગણેશને મોદક એટલા માટે પણ પસંદ હોઇ શકે છે કારણ કે આ મનને ખુશ કરે છે. શાસ્ત્રો અનુસાર ગણપતિજી હંમેશા ખુશ રહેતા દેવતા માનવામાં આવ્યા છે અને તમે મોદક શબ્દ પર ધ્યાન આપો તો એનો અર્થ થાય છે ખુશી. 

જે ભક્ત ગણેશ જીને મોદકનો ભોગ ચઢાવે છે એમને જીવનની તમામ પરેશાનીથી મુક્તિ મળે છે અને એમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થઇ જાય છે.Recent Story

Popular Story