REASON BEHIND HELICOPTER CRASH OF CDS GENERAL BIPIN RAWAT
ખુલાસો /
CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને મોટા અપડેટ, કમિટીને મળી ગયું કારણ
Team VTV11:01 AM, 02 Jan 22
| Updated: 11:07 AM, 02 Jan 22
સીડીએસ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણનો રિપોર્ટમાં ખુલાસો થયો છે, પરંતુ સત્તાવાર હજી કોઇ અઘિકારીએ નિવેદન આપ્યુ નથી.
CDS જનરલ બીપિન રાવતના હેલિકોપ્ટરનો મામલો
કોર્ટ ઑફ ઇન્કવાયરી દ્વારા તપાસમાં ખુલાસો
હવામાન ખરાબ હોવાનુ કારણ આવ્યુ સામે
સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થવાનુ કારણ ખરાબ હવામાન હોવાનુ માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ એર માર્શલ માનવેન્દ્રસિંહ કમિટીએ પોતાનો રિપોર્ટ પૂર્ણ કરી લીધો છે. હવે તેઓએ લીગલ વિંગ પાસે કાયદાકીય સલાહ માટે રિપોર્ટ મોકલ્યો છે. જલ્દીથી જ વાયુસેના પ્રમુખને રિપોર્ટ સોંપવામાં આવશે.
સત્તાવાર નિવેદન નથી આવ્યુ સામે
આ રિપોર્ટને લઇને હાલમાં વાયુસેના તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે તેના કારણોની તપાસ કરી રહેલી કમિટીને જાણવા મળ્યુ કે ખરાબ હવામાનને કારણે પાયલટ દિશાહિન થઇ ગયા હશે. જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ. જેને ટેકનિકલ ભાષામાં સીએફઆઇટી એટલે કે કંટ્રોલ્ડ ફ્લાઇટ ઇન્ટૂ ટેરેન કહેવામાં આવે છે. વાયુસેનાની ટ્રેનિંગ કમાનના કમાન્ડિંગ ચીફ, એશર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં રક્ષા મંત્રાલયે એક ટ્રાઇ સર્વિસ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં વ્યસ્ત છે.
દુર્ઘટનામાં 14 લોકોના થયા હતા મોત
મહત્વનુ છે કે તમિલનાડુના કન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેના બ્લેક બોક્ષની રિકવરી કરવામાં આવી હતી. તેનો ડેટા પણ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.ભારતીય વાયુસેનાના એરમાર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસ સમિતમાં સેનાની ત્રણેય પાંખ જોડાઇ હતી. સીડીએસ જનરલ બિપીન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.આ દુર્ઘટના બાદ લોકોમાં બસ એક જ સવાલ છે કે MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું કેવી રીતે ?
કોર્ટ ઑફ ઇન્કવાયરી દ્વારા તપાસ
વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રચના કરી હતી,જેથી દુર્ઘટના પાછળનું સાચુ કારણ જાણી શકાય. તપાસ કમિટીએ વાયુસેના અને આર્મીના સંબંધિત અધિકારીઓના નિવેદન રેકોર્ડ કર્યા છે.સાથે જે લોકો દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી હોય તે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી છે. છે. હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો તે મોબાઇલની પણ તપાસ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે સીડીએસ જનરલ બિપીન રાવત તમિલનાડુના સુલૂર એરબેસથી વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટરમાં ઉંટી નજીક વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઇ રહ્યા હતા. જે દરમિયાનઆ દુર્ઘટના થઇ હતી.