બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reality check of VTV NEWS at Amli village in Tapi

પાણીનો કકળાટ / તાપીના આમલી ગામે પાણી માટે વલખાં મારતા ગ્રામજનો પરેશાન, અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા ઠેરની ઠેર

Last Updated: 11:15 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીના આમલી ગામે 'નલ સે જલ યોજના' શોભાના ગાંઠિયા સમાન બની છે. લાખોનો ખર્ચ કરીને ગામમાં પાણીની ટાંકી અને સંપ પણ બનાવાયા છે, પરંતુ લોકોના ઘરે પાણી આવતું નથી.

  • VTV NEWSનું રિયાલિટી ચેક
  • તાપીના આમલી ગામે પાણીની સમસ્યા
  • 'નલ સે જલ યોજના' શોભાના ગાંઠિયા સમાન
  • આમલીમાં ઘરે-ઘરે નથી મળતું પાણી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલી ગામે ઉનાળા શરૂઆત થતાની સાથે પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે તો બીજી તરફ તંત્ર દ્વારા વાંસમોની ઘર ઘર નલ સે જલ યોજના માત્ર શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહી છે. આજે પણ આમલી ગામના ગ્રામજનો ગામમાં આવેલ એક હેન્ડ પંપ અને દૂધ ડેરી પર આવેલ એક માત્ર બોરના પાણી પર આકરો ઉનાળો કાઢવા મજબૂર બન્યા છે.

VTV NEWS દ્વારા કરાયું રિયાલિટી ચેક
તાપી જિલ્લોએ મહત્તમ આદિવાસી બહુલતા ધરાવતો જિલ્લો છે અને અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ આમલી ગામ કે જ્યાં આજે પણ લોકોએ પીવાના પાણી સહિત વપરાશ માટેના પાણી માટે વલખાં મારવું પડે છે, ત્યારે VTV NEWSની ટીમ દ્વારા પાણીની સમસ્યાનું રિયાલિટી ચેક કરતા ગ્રાઉન્ડ લેવલે વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી.

સંપમાં આજદિન સુધી એક ટીપું પાણીનું આવ્યું નથી
અહીં સરકારની નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો છે પરંતુ આ નળ ધૂળ ખાતા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યાં છે, પાણી પુરવઠા દ્વારા ગામમાં પાણીની ટાંકીઓ અને પાણીના સંપો પણ લાખોના ખર્ચે બનવાયા છે, આજે સંપ બનાવાયાને બેથી ત્રણ વર્ષ થવા આવ્યા છે પરંતુ આ સંપમાં આજદિન સુધી એક ટીપું પાણીનું આવ્યું નથી. આ તમામ સુવિધાઓ ફક્તને ફકત ગામમાં દેખાવા માટે અને સરકારી ચોપડે નોંધ પૂરતી છે, ગ્રામજનો માટે આ તમામ સુવિધાઓ બિન ઉપયોગી સમાન છે આજે પણ આમલી ગામના ગ્રામજનો ગામ આવેલ એક માત્ર હેન્ડ પંપ અને ડેરી પર આવેલ બોર પર એક દેગડા વેચાતું પાણી લેવા માટે કલાકો ઊભાં રહીને આકરો ઉનાળો કાઢવા મજબૂર છે. ત્યારે આમલી ગામના ગ્રામજનોની એક જ માંગ છે કે છે તંત્ર તેમને પાણીની સુવિધા જલદી ઉપલબ્ધ કરાવે...

પાણીની સમસ્યાના એક્શન પ્લાનો માત્ર કાગળ પર 
આ મામલે ગ્રામજનોએ જણાવ્યું કે, તંત્રના જવાબદારો સબ સલામતના બંગલા ફૂકે છે અને તંત્ર દ્વારા દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યાને લઈને અનેક એક્શન પ્લાનો તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ પાણીની સમસ્યાના એક્શન પ્લાનો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આમલી ગામમાંથી પસાર થતી બોરીસાવર જુઠ પાણી પુરવઠાની યોજના હેઠળ અન્ય ગામોમાં પાણી પહોંચાડાય છે પરંતુ આમલી ગામમાં  છેલ્લા બે ત્રણ વર્ષથી બનાવેલ પાણીના સંપમા આજ દિન સુધી એક ટીપું પાણી નું આવ્યું નથી.

રજૂઆતો બાદ પણ સમસ્યાનનો નિકાલ નહીં
ગામના સરપંચ અનિલ ગામીતના જણાવ્યા અનુસાર,  સરપંચ તેમજ આગેવાનો દ્વારા પાણી પુરવઠાના અધિકારી તેમજ વસ્મોના અધિકારીને પાણીની સમસ્યાની અનેકવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી, ત્યારે સરકાર કે તંત્ર અંતરિયાળ વિસ્તારના ગામોમાં પાણી માટે કોઈ નક્કર યોજના બનાવે તેવી ગ્રામજનોની માગ છે.

સ્થાનિક લોકો વેઠવી પડે છે ભારે મુશ્કેલી
દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ગામના લોકો પાણીની વિકટ  સમસ્યાનો સામનો કરતા જોવા મળે છે, આ બાબતે તંત્ર સહિત રાજકીય નેતા પણ સંપૂર્ણ વાકેફ છે બીજી તરફ  સરકારી યોજનાની કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં થાય તો છે પરંતુ તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે જેને પગલે આજે પણ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકોએ દર વર્ષે પાણી માટે દરદર ભટકવાનો વારો આવે છે.

સળગતા સવાલ
- લોકોને ક્યારે મળશે પાણી?
- પાણીની સમસ્યાનું કાયમી સમાધાન ક્યારે?
- લોકોને પાણી માટે કેટલું ભટકવું પડશે?

સંકળાયેલા મુદ્દાઓ

Amli village Reality Check Tapi VTV News તાપી ન્યૂઝ પાણીનો કકળાટ VTV NEWS' reality check
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ