બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reality check by VTV team regarding attack on fisheries commissioner in Sabarkantha

VTV રિયાલિટી ચેક / ધરોઈ જળાશય યોજનાના કૌભાંડમાં સનસનીખેજ ખુલાસો, સરકાર તરફથી અપાતી લાખોની સબસિડી ચાઉ

Malay

Last Updated: 11:26 AM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલા મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે.

 

  • સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ
  • મત્સ્ય ઉદ્યોગના કેઝ સિસ્ટમમાં કૌભાંડ
  • કૌભાંડીઓને કેમ નથી કાયદાનો ભય?

સાબરકાંઠાના વડાલીમાં મત્સ્યોદ્યોગ કમિશનર નીતિન સાંગવાન પર હુમલા મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હજુ સુધી મત્સ્ય વિભાગ તરફથી ઠોસ કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો છે. આ મામલે VTVની ટીમે જીવના જોખમે રિયાલિટી ચેક કર્યું હતું. 

VTVની ટીમનું જીવના જોખમે રિયાલિટી ચેક
સાબરકાંઠામાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલા મામલે VTVની ટીમે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કમિશનર પર હુમલા પાછળ કરોડોનું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. ધરોઈ જળાશય યોજનાનું કૌભાંડ બહાર આવતા અટકાવવા માટે આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે કરોડોનું કૌભાંડ સામે ન આવે તે માટે નીતિન સાંગવાન પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. 

સબસીડી ચાઉ કરી જવાનું કૌભાંડ 
તપાસમાં સામે આવ્યું છે કે, જળાશયમાં મત્સ્ય ઉદ્યોગમાં કેઝ સિસ્ટમમાં કરોડોનું કૌભાંડ થયું છે. મત્સ્ય ઉદ્યોગની મંડળીના સભ્યોએ સરકાર તરફથી અપાતી સબસિડીનું કૌભાંડ આચર્યું છે. સરકાર તરફથી અપાતી સબસીડી ચાઉ કરી જવાનું કૌભાંડ થયું છે. આપને જણાવી દઈએ કે, સરકાર મત્સ્ય ઉદ્યોગ માટે લાખો રૂપિયાની સબ્સિડી આપે છે. ત્યારે ધરોઈમાં 10 હજાર કેઝ (બ્લોક)ની સબ્સિડી ફાળવવામાં આવી છે. જેમાં સરકાર તરફથી એક કેઝમાં 3 લાખની સબ્સિડી ફાળવવામાં આવી છે. 

મત્સ્ય ઉદ્યોગના કેઝ સિસ્ટમમાં કૌભાંડ
ધરોઈ ડેમમાં માત્ર 1 હજાર જેટલા બ્લોકમાં જ મત્સ્ય ઉદ્યોગ કાર્યરત છે. બાકીના 4 હજાર બ્લોક ખાલી છે, જ્યારે 5 હજાર બ્લોક ઉપલબ્ધ જ નથી. રિયાલિટી ચેકમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલો કૌભાંડ દબાવવા કરાયો હોવાનું ખૂલ્યું છે.  ગુજરાતના અન્ય જળાશયોમાં પણ આવા કૌભાંડની આશંકા છે. 

જુઓ VTV ન્યૂઝનું રિયાલિટી ચેક

IFrame

શું છે સમગ્ર મામલો?
IAS અધિકારી નીતિન સાંગવાનને સાબરકાંઠા જિલ્લાના ધરોઈ ડેમમાં ગેરકાયદેસર રીતે માછલી પકડવાનું કામ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી હતી. જેથી તેઓ પોતાના કેટલાક સાથીદારોની સાથે સાબરકાંઠાના વડાલી ગામમાં પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

ત્રણ આરોપીની ધરપકડ

DSP વાઘેલાએ કહ્યું હતું, આ હુમલામાં નીતિન સાંગવાનને ઈજાઓ થઈ હતી. આ ગુનામાં 5 શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે હુમલો કરનાર નિલેશ ગમાર, દિલીપ પરમાર અને વિષ્ણુભાઈ ગમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Reality check VTV Sabarkantha VTV રિયાલિટી ચૅક Vtv Exclusive fisheries commissioner કરોડોનું કૌભાંડ ધરોઈ જળાશય યોજનાના કૌભાંડ Vtv Reality Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ