રિયલ એસ્ટેટ / રિપોર્ટઃ 2020માં મકાનોના વેચાણમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો પરંતુ હવે આવ્યા રાહતના સમાચાર

Real estate housing sales fell 2020 coronavirus gujarat

કોરોનાએ રિયલ એસ્ટેટ માર્કેટની હાલત 2020માં ખરાબ કરી નાખી હતી. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંક ઈન્ડિયાએ તાજેતરમાં દેશના અગ્રણી શહેરોના રિયલ એસ્ટેટ માર્કેટ પર રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ રીપોર્ટ મુજબ 2020માં મકાનોના વેચાણમાં 61% જેવો ઘટાડો થયો છે જે વીતેલા 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. તેવી જ રીતે નવા હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં પણ 36% જેવો ઘટાડો નોંધાયો છે. જોકે, રિયલ એસ્ટેટ સેક્ટર માટે સારી બાબત એ છે કે, 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઇન્ડસ્ટ્રીમાં થોડી રીકવરીની શરૂઆત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ