બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો તૈયાર થઈ જાઓ! રિયલ એસ્ટેટની દિગ્ગજ કંપની લાવશે 1600 કરોડનો IPO

બિઝનેસ / રોકાણકારો તૈયાર થઈ જાઓ! રિયલ એસ્ટેટની દિગ્ગજ કંપની લાવશે 1600 કરોડનો IPO

Last Updated: 08:01 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની રૂ. 1600 કરોડનો IPO લાવવા જઈ રહી છે, દસ્તાવેજો સેબીને અપાયા

રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની કલ્પતરુએ IPO લાવવાનો નિર્ણય કર્યો છે. કંપની આ IPO દ્વારા અંદાજે રૂ. 1600 કરોડ એકત્ર કરવા માંગે છે. આ નાણાં વડે કંપની તેના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવા માંગે છે. કલ્પતરુએ આઈપીઓ સંબંધિત દસ્તાવેજો માર્કેટ રેગ્યુલેટર સેબીને સુપરત કર્યા છે. કંપની મિડ સેગમેન્ટ, લક્ઝરીથી લઈને કોમર્શિયલ સુધીના હાઉસિંગ પ્રોજેક્ટ્સ વિકસાવે છે. કંપનીના પ્રોજેક્ટ 41.95 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલા છે.

વેચાણ માટે ઓફર કરવામાં આવશે નહીં

કલ્પતરુના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર IPO ની કિંમત 1590 કરોડ રૂપિયા હશે. આઈપીઓમાંથી આવતા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા અને કોર્પોરેટ જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. આ IPOમાં 100 ટકા ફ્રેશ ઈશ્યુ હશે. કંપની ઓફર ફોર સેલનો માર્ગ અપનાવશે નહીં. આમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર જારી કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડ, લોટ સાઈઝ, QIB, NII અને રિટેલ રોકાણકારોના અનામત શેર વિશે પણ વધુ માહિતી આપવામાં આવશે.

કંપની થાણે વિસ્તારમાં ચોથા ક્રમે આવે છે

કલ્પતરુના મોટા ભાગના પ્રોજેક્ટ લક્ઝરી અને પ્રીમિયમ ફીલ માટે જાણીતા છે. કંપની આ નાણાકીય વર્ષમાં ઘણા નવા પ્રોજેક્ટ્સનો વિકાસ શરૂ કરવા જઈ રહી છે. આ સિવાય તેણે 2027 સુધીના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તેમના તાજેતરના અને આગામી પ્રોજેક્ટ્સની માંગ કંપનીને બજારમાં તેનું સ્થાન બનાવવામાં ઘણી મદદ કરી રહી છે. કલ્પતરુને 2019 અને 2023 વચ્ચે ઘરોના પુરવઠાની દ્રષ્ટિએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 5મું સૌથી મોટું રિયલ એસ્ટેટ ડેવલપર માનવામાં આવે છે. આ સિવાય તે થાણે વિસ્તારમાં ચોથા ક્રમે આવે છે.

વધુ વાંચો : ભારતમાં નહીં યોજાય વર્લ્ડકપ, જય શાહે બાંગ્લાદેશની ઓફર જતી કરી, કારણ પણ મૂક્યું

બુક રનીંગ લીડ મેનેજર અને રજીસ્ટ્રારની નિમણૂંક

કલ્પતરુએ આ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે JM ફાઇનાન્શિયલ, ICICI સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (નોમુરા)ની નિમણૂક કરી છે જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા ઑફરના રજિસ્ટ્રાર છે. કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કલ્પતરુ ગ્રુપની પ્રતિષ્ઠા અને કુશળતાથી કંપનીને ફાયદો થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

real estate industry real estate developers IPO Allotment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ