તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી થોડીવારમાં જ તમે ઓછામાં ઓછી તત્કાલ 6 ટિકિટ બુક કરાવી શકો છો. ચાલો જાણીએ શું છે તત્કાલમાં ટિકિટ બુક કરવાની ટિપ્સ..
તત્કાલ ટિકિટમાં એ જોખમ વધારે છે કે અંતે ટિકિટ મળશે કે નહીં?
ચાલો જાણીએ શું છે તત્કાલમાં ટિકિટ બુક કરવાની ટિપ્સ..
ડિસેમ્બર મહિનાના અંતમાં ક્રિસમસ અને ન્યુ યર જએવા તહેવાર આવે છે અને વધુ પડતાં લોકો તેમાં ફરવા નીકળે છે, એવામાં શું તમે પણ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો પણ તમે અગાઉથી ટ્રેન ટિકિટ બુક નથી કરાવી? તો ક્રિસમસ અને નવા વર્ષની પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ટિકિટ મેળવવી લગભગ અશક્ય છે અને વર્ષની આ સિઝનમાં ફ્લાઈટ ટિકિટ પહેલેથી જ ટોચ પર છે. આવી સ્થિતિમાંતમારી પાસે તમારી કારને નજીકના હિલ સ્ટેશન પર લઈ જવા અથવા તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરીને મુસાફરી કરવાનો વિકલ્પ છે. જો કે, તત્કાલ ટિકિટમાં એ જોખમ વધારે છે કે અંતે ટિકિટ મળશે કે નહીં? એટલા માટે અત્યારે અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી થોડીવારમાં જ તમે ઓછામાં ઓછી 6 ટિકિટ બુક કરાવી શકો છો. ચાલો જાણીએ શું છે તત્કાલમાં ટિકિટ બુક કરવાની ટિપ્સ..
1. મિનિટોમાં થઈ જશે ટિકિટ બુક
એસી કોચ માટે ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે અને નોન-એસી કોચ માટે બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે પણ તત્કાલમાં ટિકિટ મેળવવી સરળ નથી કારણ કે કેટલીક ટિકિટ માટે હજારો લોકો એક સાથે બુક કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે આવી સ્થિતિમાં ટિકિટ બુક કરનાર પાસે સમય ઓછો હોય છે. ટિકિટ બુક કરવા માટે સવારે 9:45 વાગ્યે તમામ તૈયારીઓ સાથે ટિકિટ બુક કરવા બેસી જવું પડે છે.
2. પહેલાથી સેવ રાખો દરેક ડિટેલ્સ
જો મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા વધારે હોય તો તેમની દરેક ડિટેલ્સ પહેલાથી સેવ કરીને રાખવી જોઈએ. તમે તમારી એપ પર 6 લોકોની ડિટેલ્સ પહેલાથી સેવ કરી શકો છો એટલે કે જો તમારે એકસાથે 6 થી વધુ લોકો માટે ટિકિટ બુક કરાવવી હોય તો એપમાં અન્ય લોકોની માહિતી બીજા યુઝર એટલે કે બીજા મોબાઈલ પર સેવ કરો. એમ કરવાથી બીજા 6 ની માહિતી સેવ કરવા અને ભરવામાં સમય વધુ ન બગડે. આ બધા પછી ટિકિટમાં મુસાફરોની વિગતો ભરતા સમયે ન્યુ પર ક્લિક કરવાની જગ્યાએ add existing પર ક્લિક કરવાનું રહેશે.
3. ફોન પર BHIM UPI એપ ડાઉનલોડ કરો
ભારતીય રેલ્વે ટિકિટ બુકિંગ એપ્લિકેશન પર ચૂકવણી કરવાની સૌથી સરળ અને ઝડપી રીત માત્ર BHIM UPI દ્વારા છે એટલા માટે આ એપને પહેલાથી તમારા ફોનમાં ડાઉનલોડ કરીને તેને બેંક સાથે લિંક કરો જો તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો તો તેમાં સમય લાગી શકે છે.