'Ready for every help to friend Modi', US President's big statement on G-20 chairmanship, see what he said
G-20 SUMIT /
મિત્ર મોદી' ને દરેક મદદ માટે તૈયાર, G-20 અધ્યક્ષતા પર અમેરિકાના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, જુઓ શું શું કહ્યું
Team VTV09:34 PM, 02 Dec 22
| Updated: 09:34 PM, 02 Dec 22
અમેરિકી રાષ્ટ્રપતિએ તેમને ટ્વિટરમાં કહ્યું છે કે આપણે સાથે મળીને ઉર્જા અને ખાદ્ય સંકટ જેવા સામાન્ય પડકારોનો સામનો કરીને મજબૂત અને વિકાસના લક્ષ્ય તરફ આગળ વધીશું.
ભારત અમેરિકાનો એક મજબૂત મિત્ર છે:જો બિડેન
આપણે સાથે મળીને તમામ પડકારોનો સામનો કરીશુંઃજો બિડેન
મજબૂત અને વિકાસના લક્ષ્ય તરફ આગળ વધીશુંઃજો બિડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે ભારત અમેરિકાનો એક મજબૂત મિત્ર છે અને તે G-20 ના પ્રમુખ પદ દરમિયાન તેમના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ મદદ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટરમાં કહ્યું છે કે આપણે સાથે મળીને આબોહવા, ઉર્જા અને ખાદ્ય સંકટ જેવી સામાન્ય પડકારોનો સામનો કરીને ટકાઉ અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય તરફ આગળ વધીશું.
ભારત અને ઈઝરાયેલ પણ સાથી છે, જે લોકતાંત્રિક આદર્શો માટે મૂળભૂત પ્રતિબદ્ધતા દ્વારા એક થયા છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સાંજ ભારતીય લોકોના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું સન્માન કરતી વખતે આપણી સહિયારી માનવતાને ઉજાગર કરે છે.
India is a strong partner of the United States, and I look forward to supporting my friend Prime Minister Modi during India’s G20 presidency.
દુનિયાએ આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે
પીએમ મોદીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, દુનિયા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે અને તેમાંથી બહાર નીકળવા માટે જી-20 દેશોએ પ્રયાસો કરવા પડશે. તેમણે જી-20 દેશોને જણાવ્યું હતું કે, "તમારું રોકાણ અને અમારી નવીનતા ચમત્કાર સર્જી શકે છે." તમારો વિશ્વાસ અને અમારું ટેકનિકલ જ્ઞાન વસ્તુઓને વધુ સારી બનાવી શકે છે. હું આપ સૌને આમંત્રણ આપું છું કે, તેઓ ખભેખભો મિલાવીને કામ કરે અને દુનિયાની સમસ્યાઓનું સમાધાન શોધે.
ભારતના વિવિધ શહેરોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું-પીએમ મોદી
આવતા વર્ષે જી-20 દેશોની બેઠકની અધ્યક્ષતા સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. આપણા અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. અમને આશા છે કે તમે બધા લોકશાહી ભારતમાતામાં ભાગીદાર બનશો. પીએમ મોદીએ કહ્યું કે આજે આખી દુનિયાની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે.
ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. પણ તેમને એક સવાલ હશે કે આ G 20 છે શું અને ફાયદો શું થશે?. જુઓ Daily Dose માં સમગ્ર વિગત