બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'જવાહર ચાવડા ભાજપમાં ગુંગળામણ અનુભવે છે' મનિષ દોશીએ અને લલિત કગથરાના બીજેપી પર પ્રહાર

રાજકારણ / 'જવાહર ચાવડા ભાજપમાં ગુંગળામણ અનુભવે છે' મનિષ દોશીએ અને લલિત કગથરાના બીજેપી પર પ્રહાર

Last Updated: 05:39 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યુ કે, જવાહર ચાવડાએ કમળને હટાવી પોતાની રિઆલિટી બતાવી છે. ભાજપના નેતાઓમાં અસંતોષ છે તે વિસ્ફોટ થવાની તૈયારીમાં છે.

ભાજપ નેતા જવાહર ચાવડા મુદ્દે કોંગ્રેસના નેતા લલિત કગથરા અને મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. જે બંન્ને નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથો સાથ બંન્નેના નિવેદનોનો અર્થ એટલો જ હતો કે, ભાજપમાં ભવિષ્યમાં ભડકો થશે.

લલિત કગથરાનું નિવેદન

કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યુ કે, જવાહર ચાવડાએ કમળને હટાવી પોતાની રિઆલિટી બતાવી છે. ભાજપના નેતાઓમાં અસંતોષ છે તે વિસ્ફોટ થવાની તૈયારીમાં છે. જવાહર ચાવડાએ કમળને હટાવી જણાવ્યુ કે લોકો તેમને નામથી ઓળખે છે. તેમને કમળના નિશાનની જરૂર નથી. જવાહર ચાવડાથી શરૂ થયેલી ચિનગારી ભાજપમાં આવતા દિવસોમાં વિસ્ફોટ કરશે.

PROMOTIONAL 13

વાંચવા જેવું: રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓની હવે ખેર નહીં, આવા લોકો સામે પોલીસે કરી કડક કાર્યવાહી

PROMOTIONAL 12

મનિષ દોશીની પ્રતિક્રિયા

જવાહર ચાવડાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા કહ્યું કે, જવાહર ચાવડા ભાજપમાં ગુંગળામણ અનુભવે છે. ભાજપમાં ઉકળતો ચરૂ છે તે સામે આવી રહ્યો છે. ભાજપમાં સત્તાની સાઠમારીનો ખેલ શરૂ થયો છે અને જવાહર ચાવડાને લીધા ત્યારે તેઓ તાકાતવાળા હતા. વધુમાં કહ્યું કે, કોંગ્રેસને નુકસાન કરવાનું પતી ગયુ એટલે કોરાણે મૂકી દીધા તેમજ જવાહર ચાવડાએ વીડિયો બનાવી સાંસદ મનસુખ માંડવિયાને જવાબ આપ્યો હતો. જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jawahar Chavda Politics News Congress Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ