બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગ્રેસ માર્ક મેળવનારની ફરી થઈ NEETની પરીક્ષા, 50 ટકા વિદ્યાર્થીઓએ છોડ્યું પેપર

NEET-UG / ગ્રેસ માર્ક મેળવનારની ફરી થઈ NEETની પરીક્ષા, 50 ટકા વિદ્યાર્થીઓએ છોડ્યું પેપર

Last Updated: 09:45 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગ્રેસ માર્કસ આપવામાં આવેલા 1,563 વિદ્યાર્થીઓ માટે આજે પુનઃપરીક્ષા લેવામાં આવી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ રવિવારે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના છ કેન્દ્રો પર 1,563 ઉમેદવારો માટે NEET-UG પરીક્ષાનું પુન: આયોજન કર્યું હતું. NTA મુજબ 1,563 ઉમેદવારોમાંથી માત્ર 813 પરીક્ષા આપવા આવ્યા હતા. જ્યારે 750 વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગ્રામ માર્ક મેળવનારાઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી.

neet-medical

છત્તીસગઢમાં આ પરીક્ષા બે કેન્દ્રો પર આયોજિત થવાની હતી, જેમાં 602 ઉમેદવારો પુનઃપરીક્ષા માટે લાયક હતા, જેમાંથી 291 ઉમેદવારો આજે પરીક્ષા આપવા આવ્યા હતા. જ્યારે હરિયાણામાં 494 ઉમેદવારો માટે બે પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાંથી 287 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મેઘાલયમાં આજે 464 લાયક ઉમેદવારોમાંથી 234 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાં એક ઉમેદવાર માટે પુનઃ પરીક્ષા લેવામાં આવી હતી.

neet-exam.jpg

નોંધનીય છે કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET/UGમાં કથિત અનિયમિતતાઓ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની લેખિત ફરિયાદના આધારે ફોજદારી કેસ નોંધ્યો છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું કે એફઆઈઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત NEET (UG) 2024ની પરીક્ષા દરમિયાન કેટલાક રાજ્યોમાં કેટલીક અલગ-અલગ ઘટનાઓ બની હતી.

વધુ વાંચો : પેપર લીકની તપાસ માટે પહોંચેલી CBI ટીમ પર હુમલો, અધિકારીઓને માર્યાં, ગાડીઓમાં તોડફોડ

આ પરીક્ષા 14 વિદેશી શહેરો સહિત 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને ષડયંત્ર, છેતરપિંડી, ઢોંગ, વિશ્વાસનો ભંગ અને ઉમેદવારો, સંસ્થાઓ અને વચેટિયાઓ દ્વારા પુરાવાનો નાશ કરવા સહિતની કથિત અનિયમિતતાઓના સમગ્ર મામલામાં વ્યાપક તપાસ હાથ ધરવા અને અનિયમિતતાનો પ્રયાસ કરવા વિનંતી કરી છે. મંત્રાલયે સીબીઆઈને પરીક્ષાના આચરણ સાથે સંકળાયેલા જાહેર સેવકોની ભૂમિકા, જો કોઈ હોય તો, તેની તપાસ કરવા અને ઘટનાઓના સંપૂર્ણ અવકાશ અને મોટા ષડયંત્રની તપાસ કરવા વિનંતી કરી છે. સીબીઆઈએ તેના પર ફોજદારી કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈ દ્વારા આ કેસની અગ્રતા પર તપાસ કરવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોને પટના અને ગોધરા મોકલવામાં આવી રહી છે જ્યાં સ્થાનિક પોલીસે કેસ નોંધ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

NTA NEET Reexamination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ