બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 04:23 PM, 3 November 2019
ADVERTISEMENT
જેમ-જેમ સમજુતી અંતિમ ચરણની નજીક પહોંચી રહી છે. તેને લઇને વિરોધ પણ વધી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ સમજુતીને ભારતીય અર્થવ્યવસ્થા માટે ઝટકો બતાવ્યો છે. એમણે કહ્યું કે આરસીઇપી સમજુતી, ભારતીય ખેડુતો, દુકાનદારો અને નાના અને મધ્યમ ઉદ્યમીઓ માટે ખુબ જ મોટી મુસીબત લાવશે.
ઘણા અર્થશાસ્ત્રી પણ આ સમજુતીને ભારત માટે નુકશાનકારક બતાવી રહ્યા છે. હવે અહીં જાણીએ કે RCEP શું છે જેને લઇને હંગામો મચ્યો છે. આરસીઇપી દક્ષિણ એશિયાઇ દેશોના પ્રમુખ સંગઠન આસિયાનના 10 દેશો (બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપીન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, વિએટનામ) અને તેના 6 પ્રમુખ FTA સહયોગી દેશ ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક મુક્ત વ્યાપાર સમજુતી છે.
ADVERTISEMENT
આરસીઇપીના સભ્ય દેશોની વસ્તી 3.4 અરબ છે અને તેની કુલ જીડીપી 49.5 ટ્રિલિયન છે જે વિશ્વની જીડીપીનો 39 ટકા છે. જેમા ભારત અને ચીનની જીડીપીની વાત કરીએ તો તે, 50 ટકાથી વધારે છે.
રીઝનલ કોમ્પ્રિહે્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે આરસીઇપી પર ચર્ચા 2012થી ચાલી રહી છે અને આ એક સમજુતી વૈશ્વિક રાજનીતિના પરિદ્દશ્યને લઇને વૈશ્વિક વ્યાપારને બદલવાની ક્ષમતા રાખે છે. ભારત પાર્ટનર દેશોથી આવનારા સામાનને ટેરિફ ફ્રી રાખવા સહિત આ સમજુતીના ઘણા બિંદુઓને લઇને અવઢવમાં છે. આ સમજુતીમાં ચીની આયાતની ભારતીય બજારમાં ડંપિંગને લઇને ચિંતા દર્શાવાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સમજુતી પર હસ્તાક્ષર થયા બાદ ભારતીય બજારમાં ચીની વસ્તુઓનું ડંપિંગ થવા લાગશે.
બીજી તરફ, ખેડુતો અને તમામ સંગઠને સરકારને આ સમજુતી ન કરવા અપીલ કરી છે. તેમની માંગ છે કે કૃષિ ઉત્પાદનો અને ડેયરી સેક્ટરમાં આસીઇપીથી બહાર રાખવામાં આવે. ઓલ ઇન્ડિયા કિસાન સભાએ 4 નવેમ્બરે દેશવ્યાપી પ્રદર્શનનું પણ એલાન કર્યું છે.
આ પ્રસ્તાવિત મેગા ડિલ વિરુદ્ધ ખેડુતોના સંગઠનો અને કૃષિ ક્ષેત્રની સાથે જોડાયેલી બિન-સરકારી સંસ્થાઓએ મળીને એક કોઓર્ડિનેશન કમિટી પણ બનાવી લીધી છે. જેથી દેશભરમાં એક સાથે વિરોધ પ્રદર્શન કરી શકાય.
ભારતીય અધિકારી સસ્તા ચીની આયાત વિરુદ્ધ યોગ્ય સુરક્ષાની શરતો સામેલ કરવાની કોશિશ કરાવી રહ્યા છે. જેથી ભારતીય ઉદ્યોગો અને કૃષિને નુકશાન ન પહોંચે. જોકે, આરસીઇપીમાં સામેલ થવા માટે ભારતને આસિયાન દેશો, જાપાન, દક્ષિણ કોરિયાથી આવનારી 90 ટકા વસ્તુઓ પરથી ટેરિફ હટાવવું પડશે. ઉપરાંત ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી 74 ટકા આઇટમ્સ ટેરિફ ફ્રી કરવી પડશે.
આ સમજુતીને લઇને કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે આરસીઇપીમાં સામેલ થવું ભારત સરકાર માટે એક ખુબજ મુશ્કેલ નિર્ણય હશે અને આ સમજુતી થાય છે તો ભારતનું બજાર ખતમ થઇ શકે છે.
પૂર્વ ભારતીય રાજદૂત રાજીવ ભાટિયાએ આઇએનએસથી વાતચીતમાં કહ્યું, આરસીઇપીમાં ડ્રાફ્ટમાં ઘણા બદલાવ થઇ શકે છે. જો ભારતીય નેતૃત્વને લાગશે કે આ કુલ મળીને ભારત માટે ફાયદાકારક છે તો તેમણે આ સમજુતી કરશે. જો તેમને લાગે છે કે ભાગીદાર દેશો સહયોગ કરવા તૈયાર નથી તો તેને હોલ્ડ કરી શકે છે.
RCEPને લઇને ભારત સામે બે મોટા પડકાર છે. સૌથી મોટો પડકાર છે ચીની બજારમાં પહોંચ બનાવવી. ભારતે સુનિશ્ચિત કરવુ પડશે કે ચીનના બજારમાં પોતાનો સામાન પણ મોટા પ્રમાણમાં વેચે અને તેમનો સામાન ભારતીય બજારમાં યોગ્ય અનુપાતમાં આવે. ચીની વસ્તુઓ માટે આખુ ભારતીય બજાર ખોલવુ પોતાના પગ પર કુહાડી મારવા જેવુ ગણાશે કેમકે તેમણે અમારી તુલનામાં વધારે પ્રતિસ્પર્ધી છે.
જ્યારે બીજો મોટો પડકાર છે કે આસિયાન દેશો. ભારત સામે પોતાની સેવા અને ઉત્પાદનો માટે આસિયાન બજારોને ખોલાવવા અને ત્યાં રોકાણ કરવું મોટો પડકાર છે. તેથી પીએમ મોદીએ કહ્યું હતું કે અમે સંતુલિત અને સમાવેશી સમજુતી ઇચ્છીએ છીએ. સંતુલિતનો અર્થ છે કે ભારતીય નજરમાં સમાન લેન-દેન થવું.
ભાટિયાનું કહેવું છે કે, ભારત માટે આ સમજુતી રાજનૈતિક અને કુટનીતિક નજરે મહત્વપૂર્ણ છે. ભારતનું સંપુર્ણ ધ્યાન એક્ટ ઇસ્ટ પોલિસી પર છે એવામાં આરસીઇપીમાં સામેલ થઇને ક્ષેત્રની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો ભાગીદાર બની શકે છે. જોકે, અંતિમ સમયે રણનીતિથી વધારે આર્થિક દ્દષ્ટિકોણથી આ આખા મામલા પર નિર્ણય કરવામાં આવશે.
ભારત 4 નવેમ્બરે જો આ સમજુતી નથી કરતું તો, કાં તો તમામ દેશોને નેગોસિએશન માટે વધુ સમય આપી શકાય છે અથવા ભારતને છોડીને બાકી દેશ આ સમજુતી પર આગળ વધી શકે છે.
અંતમાં તો ત્રણ પરિણામ સામે આવી શકે છે, ભારત આ સમજુતી કરીને આરસીઇપી પર આગળ વધી શકે છે. ભારત તેથી પાછળ હટી શકે છે અને આરસીઇપી પર તમામ દેશ સમજુતી કરીને આગળ વધી શકે છે અને ત્રીજુ, તમામ દેશોને વાતચીત માટે વધુ સમય આપવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.