બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2025 RBBvsPBKS ની મેચમાં વરસાદ બન્યો વિલન, 14-14 ઓવરની મેચ રમાશે

નિયમ બદલાયા / IPL 2025 RBBvsPBKS ની મેચમાં વરસાદ બન્યો વિલન, 14-14 ઓવરની મેચ રમાશે

Last Updated: 09:55 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 ની 34મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ટકરાશે. IPL ના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. જેમાં પંજાબ કિંગ્સે 17 મેચ જીતી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર-34 માં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. વરસાદને કારણે આ મેચ 14-14 ઓવરની કરવામાં આવી છે. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ 9.45 વાગ્યાથી શરૂ થશે. બેટિંગ પાવરપ્લે 4 ઓવરનો હશે. ત્રણ બોલર 4-4 ઓવર ફેંકી શકશે. એક બોલર 2 ઓવર ફેંકી શકશે.

હાલની IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધીમાં 6 મેચ રમી ચૂકી છે. જેમાં દરમિયાન, બંનેએ ચાર મેચ જીતી છે. આજે જે પણ ટીમ જીતશે તે ટોપ-2 માં સ્થાન મેળવશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ-11: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઇંગ-11: પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંઘ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પંજાબ કિંગ્સે 17 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 મેચ જીતી છે. ગયા સિઝનમાં, બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જે બંન્ને મેચ બેંગ્લોર જીતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 rcb vs pbks rcb vs pbks live updates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ